Chandrayaan 3: વિક્રમ લેન્ડરનાં LPDC કેમેરાએ કેપ્ચર કર્યો ચંદ્રનો વિડિયો,આ ડીવાઈસ જ લેન્ડિંગની જગ્યા શોધશે

Chandrayaan 3:ISRO એ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી ચંદ્રની સપાટીનો નવો વીડિયો જાહેર કર્યો છે.આ વીડિયો બનાવ્યો છે.ચંદ્રયાન 3 નાં વિક્રમ લેન્ડર પર લાગેલા LPDC સેન્સરે.અસલમાં આ એક કેમેરો છે,જેનું આખું નામ છે લેન્ડર પોઝિશન ડીટેકશન કેમેરા.

LPDC વિક્રમ લેન્ડરનાં નીચલા ભાગમાં લાગેલા છે આ એટલા માટે લગાડવામાં આવ્યા છે કે વિક્રમ લેન્ડિંગ માટે યોગ્ય અને સપાટ જગ્યા શોધી શકે છે.આ કેમેરાની મદદથી એ જોઈ શકાય છે કે વિક્રમ લેન્ડર કોઈ ઉબડ ખાબડ જગ્યા પર લેન્ડ તો નથી કરી રહ્યું ને કે કોઈ ખાડા એટલે કે ક્રેટરમાં તો નથી જઈ રહ્યું ને.

LPDC વિક્રમ લેન્ડરના નીચલા ભાગમાં લાગેલા છે.આ એટલા માટે લગડવામાં આવ્યા છે કે વિક્રમ લેન્ડિંગ માટે યોગ્ય અને સપાટ જગ્યા શોધી શકે.

આ કેમેરાને લેન્ડિંગથી થોડા સમય પહેલા ઓન કરવામાં આવી શકે છે કેમકે હાલ જે તસવીર આવી છે તેને જોઈને લાગે છે કે આ કેમેરો ટ્રાયલ માટે ઓન કરાયો હતો.કે જેથી તસવીર કે વિડિયોથી ખ્યાલ મેળવી શકાય કે તે કેટલું યોગ્ય રીતે કામ કરી શકે છે. ચંદ્રયાન 2મા પણ આ સેન્સરનો ઉપયોગ કરાયો હતો,તે પણ યોગ્ય રીતે કામ કરતું હતું.

વિક્રમ લેન્ડર જે સમયે ચંદ્રની સપાટી પર ઉતરશે તે સમયે તેની ગતિ 2 મીટર પ્રતિ સેકન્ડની આસપાસ હશે.પરતું હોરીઝોન્ટર ગતિ 0.5 મીટર પ્રતિ સેકન્ડ હશે.વિક્રમ લેન્ડર 12 ડીગ્રી ઢોળાવવાળી જગ્યાએ ઉતરી શકે છે.આ ગતિ,દિશા અને સમતલ જમીન શોધવામાં આ તમામ યંત્ર વિક્રમ લેન્ડરની મદદ કરશે.આ તમામ યંત્ર લેન્ડિંગથી લગભગ 500 મીટર પહેલા એક્ટીવેટ થઈ જશે.

LPDC નુ કામ છે વિક્રમ માટે લેન્ડિંગની યોગ્ય જગ્યા શોધવાનો.આ પેલોડની સાથે લેન્ડર હઝાર્ટ ડીટેકશન એન્ડઅવૉયડેન્સ કેમેરા (LHDAC), લેઝર અલ્ટીમીટર (LASA), લેઝર ડૉપલર વેલોસિટીમીટર (LDV) અને લેન્ડર હૉરીઝોન્ટલ વેલોસિટી કેમેરા (LHVC) મળીને કામ કરશે. કે જેથી લેન્ડરને સુરક્ષિત સપાટી પર ઉતારી શકાય.

જે બાદ વિક્રમ લેન્ડરમા લાગેલા ચાર પેલોડ્સ કામ કરવાનું શરૂ કરશે.જે છે રંભા.આ ચંદ્રની સપાટી પર સૂરજથી આવતા પ્લાઝમાં કણોનાં ધંનત્વ, માત્રઆ અને બદલાવની તપાસ કરશે. ચાસ્ટે,આ ચંદ્રની સપાટીની ગરમી એટલે કે તાપમાનની તપાસ કરશે. ઇલ્સા, જે લેન્ડિંગ સાઈટની આસપાસ ભૂકપિય પ્રવુતિઓની તપાસ કરશે.લેઝર રેટ્રોરિફ્લેક્ટર એરે, જે ચંદ્રની ડાયનેમિક્સને સમજવાનો પ્રયાસ કરશે.

હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment