Child Protection Society Recruitment:ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગમાં પરીક્ષા વગર નોકરી મેળવવાની તક

Child Protection Society Recruitment:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગમાં પરીક્ષા વગર નોકરી મેળવવાની તક આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો.

Child Protection Society Recruitment

પોસ્ટનુ નામવિવિઘ
સંસ્થાનું નામગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગ
નોકરીનું સ્થળગુજરાત
નોટીફિકેશનની તારીખ19 ઓગસ્ટ 2023
ઇન્ટરવ્યૂ તારીખઅલગ અલગ
ઓફીશ્યલ વેબસાઇટ લીંકhttps://gscps.gujarat.gov.in/

પોસ્ટનુ નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ બાળ સુરક્ષા વિભાગ ગુજરાત સરકાર દ્વારા પ્રોગ્રામ મેનેજર, પ્રોગ્રામ ઓફિસર, એકાઉન્ટન્ટ, એકાઉન્ટન્ટ આસિસ્ટન્ટ, પ્રોગ્રામ આસિસ્ટન્ટ તથા આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

કુલ ખાલી જગ્યા

જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર બાળ સુરક્ષા વિભાગ ગુજરાત સરકાર દ્વારા પ્રોગ્રામ મેનેજરની 01, પ્રોગ્રામ ઓફિસરની 01, એકાઉન્ટન્ટની 0, એકાઉન્ટન્ટ આસિસ્ટન્ટની 01, પ્રોગ્રામ આસિસ્ટન્ટની 01 તથા આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરની 02 જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે.

પગારધોરણ

પોસ્ટનું નામપગારધોરણ
પ્રોગ્રામ મેનેજરરૂપિયા 46,340
પ્રોગ્રામ ઓફિસરરૂપિયા 34,755
એકાઉન્ટન્ટરૂપિયા 18,536
એકાઉન્ટન્ટ આસિસ્ટન્ટરૂપિયા 13,240
પ્રોગ્રામ આસિસ્ટન્ટરૂપિયા 13,240
આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરરૂપિયા 13,240

લાયકાત

બાળ સુરક્ષા વિભાગની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જેની વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચી લેવા વિનંતી.

પસંદગી પ્રક્રીયા

અમે તમને આગળ જણાવ્યું એ મુજબ, ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.

વયમર્યાદા

ચાઈલ્ડ પ્રોટેક્શન સોસાયટીની આ ભરતીમાં વયમર્યાદા 21 વર્ષ થી લઈ 40 વર્ષ સુધી છે. સરકારશ્રીના નિયમો અનુસાર આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળી શકે છે.

ઇન્ટરવ્યૂ સ્થળ

આ ભરતીમાં ઇન્ટરવ્યુનું સ્થળ –ગુજરાત સ્ટેટ ચાઈલ્ડ પ્રોટેક્શન સોસાયટી, બ્લોક નં-19, ત્રીજો માળ, ડૉ. જીવરાજ મહેતા ભવન, સેક્ટર-10, ગાંધીનગર, 382010 છે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ
  • અભ્યાસની માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું સર્ટિફિકેટ
  • લિવિંગ સર્ટિફિકેટ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો – 2 નંગ
  • તથા અન્ય

મહત્વની તારીખ

મિત્રો આ ભરતી ની નોટિફિકેશન ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગ ઘ્વારા 19 ઓગસ્ટ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીમાં ઓનલાઈન કે ઓફલાઇન કોઈપણ માધ્યમથી ફોર્મ ભરવાના રહેતા નથી પરંતુ નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારે ઇન્ટરવ્યૂની તારીખે ઇન્ટરવ્યૂ સ્થળે રૂબરૂ હાજર રહેવાનું રહેશે.

ઇન્ટરવ્યૂ તારીખ

પોસ્ટનું નામઇન્ટરવ્યૂની તારીખ
પ્રોગ્રામ મેનેજર21-08-2023
પ્રોગ્રામ ઓફિસર22-08-2023
એકાઉન્ટન્ટ23-08-2023
એકાઉન્ટન્ટ આસિસ્ટન્ટ23-08-2023
પ્રોગ્રામ આસિસ્ટન્ટ24-08-2023
આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર24-08-2023

અરજી કરવા માટે જરૂરી લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment