આ કંપનીએ કરી મોટી જાહેરાત : રોકાણકારોને 1 શેર ની સામે 4 શેર આપશે બોનસ

આ કંપનીએ કરી મોટી જાહેરાત : બોનસ શેર આપનારી કંપનીઓ પર દાવ લગાવવા માંગતા રોકાણકારો માટે ખુશખબર છે. કામા હોલ્ડિંગ્સ લિમિટેડે તેના રોકાણકારોને મોટી ખુશખબરી આપી છે. કંપનીએ 1 શેર પર 4 બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. શુક્રવારે 1 સપ્ટેમ્બરના રોજ આ જાહેરાત કરવામાં આવી છે. જાણકારી અનુસાર, શુક્રવાર સુધી કામા હોલ્ડિંગ્સના 1 શેરની કિંમત 15,280 રૂપિયા હતી.

સરકારી યોજનાઓ વાંચવા માટે અહીં ક્લિક કરો
સરકારી ભરતીઓ વાંચવા માટે અહીં ક્લિક કરો

જાહેરાત સાંભળીને રોકાણકારો ખુશ- કંપનીએ શુક્રવારે શેરબજારને જણાવ્યું કે, 10 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા 1 શેર પર 4 બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. આ ખબર આવ્યા બાદ કામા હોલ્ડિંગ્સના શેરોમાં 4 ટકાની તેજી જોવા મળી છે. જાણકારી અનુસાર, કંપનીએ હજુ આ બોનસ શેર માટે રેકોર્ડ ડેટની જાહેરાત કરી નથી

82 રૂપિયા ડિવિડન્ડ આપી ચૂકી છે કંપની- કામા હોલ્ડિંગ્સે ગત મહિને એટલે કે ઓગસ્ટ 2023માં રોકાણકારોને દરેક શેર પર 82 રૂપિયા ડિવિડન્ડ આપ્યું હતું. કંપનીએ આ ડિવિડન્ડ માટે 31 ઓગસ્ટ 2023ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી હતી.

હવે કંપનીના પોઝિશનલ રોકાણકારોને બોનસ શેર વિશે ખબર મળી છે. માત્ર 30 દિવસની અંદર રોકાણકારોને બીજી વખત આ લાભ મળી રહ્યો છે.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *