WhatsApp ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો
Telegram ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Google News પર Follow કરવા અહી ક્લિક કરો
VIDEO: સ્ટેશન પર સહેજ ધક્કો વાગ્યો મહિલાએ યુવકને ધોઇ નાંખ્યો, પતિએ માર્યો માર્યો,અચાનક ટ્રેન આવી અને ઘટનાસ્થળે જ મોત

VIDEO: સ્ટેશન પર સહેજ ધક્કો વાગ્યો મહિલાએ યુવકને ધોઇ નાંખ્યો, પતિએ માર્યો માર્યો,અચાનક ટ્રેન આવી અને ઘટનાસ્થળે જ મોત

Mumbai Sion Station Accident:મુંબઈના સાયન રેલવે સ્ટેશન પર એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. અહીં મહિલાને ધક્કો લાગ્યા બાદ દંપતીએ યુવકને બેફામ માર માર્યો હતો. માર મારવા દરમિયાન યુવક અચાનક રેલવે ટ્રેક પર પડી ગયો હતો. એટલામાં સામેથી લોકલ ટ્રેન આવી હતી. ઈજાના કારણે યુવક સમયસર ઊઠી શક્યો ન હતો અને ટ્રેનની અડફેટે આવી જતાં તેનું મોત થયું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

દાદર રેલવે પોલીસે 13 ઓગસ્ટના રોજ બનેલી આ ઘટનામાં દંપતીની ધરપકડ કરી છે. આ કમનસીબ અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવકનું નામ દિનેશ રાઠોડ છે. તે નવી મુંબઈના ઘણસોલી ગામનો રહેવાસી હતો. આ કેસમાં દાદર રેલવે પોલીસે દંપતી અવિનાશ માને અને શીતલ અવિનાશ માનેની ધરપકડ કરી છે. બંને મૂળ કોલ્હાપુરના રહેવાસી હોવાનું કહેવાય છે. આ સમગ્ર ઘટના સાયન રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

મહિલાને ધક્કો લાગ્યા બાદ દંપતીએ યુવકને બેફામ માર માર્યો, દરમિયાન યુવક અચાનક રેલવે ટ્રેક પર પડી ગયો અને લોકલ ટ્રેન આવી જતાં તેનું મોત થયું હતું. ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ.

આ ઘટના મુંબઈમાં સેન્ટ્રલ રેલવેના સાયન રેલવે સ્ટેશન પર બની હતી. માને દંપતી પ્લેટફોર્મ નંબર એકની સીડી ઉતરીને પ્લેટફોર્મ પર આવી રહ્યું હતું. તે જ સમયે મુસાફર દિનેશ રાઠોડે શીતલ માનેને ધક્કો માર્યો બાદમાં શીતલે દિનેશ પર છત્રી વડે હુમલો કર્યો હતો. તેણીએ તેને મારવાનું શરૂ કર્યું કે તરત જ અવિનાશ પણ તેને મારવા લાગ્યો હતો. આ દરમિયાન દિનેશ સંતુલન ગુમાવીને રેલવે ટ્રેક પર પડી ગયો હતો. તે જ સમયે પ્લેટફોર્મ નંબર એક પર થાણે તરફ જતી ધીમી લોકલ આવી રહી હતી.

દિનેશે ઝડપથી ઉઠવાનો પ્રયાસ કર્યો પરંતુ કમનસીબે તે ટ્રેનની અડફેટે આવી ગયો. આ ઈજાને કારણે તેણે જીવ ગુમાવ્યો હતો. આ કેસમાં દાદર રેલવે પોલીસે બેદરકારીનો કેસ નોંધીને અવિનાશ અને શીતલ બંનેની ધરપકડ કરી છે.

હોમ પેજ પર જવા માટે અહીં ક્લિક કરો
WhatsApp ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો
Telegram ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Google News પર Follow કરવા અહી ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top