ચંદ્રની સપાટી પરથી કઈક આવું દેખાય છે વિક્રમ લેન્ડર, પ્રજ્ઞાન રોવરે કર્યો ક્લિક,જુઓ Photo

ISROએ ચંદ્રયાન-3 મિશન સંબંધિત લેટેસ્ટ ફોટો શેર કરી છે. ઈસરોએ જણાવ્યું કે વિક્રમ લેન્ડરથી નીચે ઊતર્યાં બાદ પ્રજ્ઞાન રોવર સંપૂર્ણ ચોકસાઈથી કામ કરી રહ્યું છે. હાલમાં રોવરે વિક્રમ લેન્ડરનો ફોટો ક્લિક કરીને ઈસરોને મોકલ્યો છે.

ચંદ્રયાન-3નાં પ્રજ્ઞાન રોવરે હાલમાં ચંદ્રની સપાટી પરથી પોતાના મિત્ર વિક્રમ લેન્ડરનો ફોટો ક્લિક કરીને ISROને મોકલ્યો છે.

ઈસરોએ તેને ‘ઈમેજ ઓફ મિશન’ કરાર કર્યું છે. ઈસરોએ જણાવ્યું કે રોવર પર લાગેલા નેવિગેશન કેમેરાએ આ ફોટો ક્લિક કર્યો છે. મિશનની સફળતા માટે મહત્વપૂર્ણ NavCamsને બેંગલૂરુમાં ઈલેક્ટ્રો-ઓપ્ટિકલ સિસ્ટમ પ્રયોગશાળા દ્વારા વિકસિત કરવામાં આવ્યું હતું.

પ્રજ્ઞાન રોવરે હાલમાં ચંદ્રમા પર ઓક્સીજન અને સલ્ફરની માહિતી મેળવી છે. વૈજ્ઞાનિકો અનુસાર હવે હાઈડ્રોજનની શોધ કરવામાં આવી રહી છે. જો અહીં હાઈડ્રોજન મળે છે તો તેનાથી ચંદ્ર પર ઈંધણનાં વિકલ્પને શોધી શકાશે.

ગઈકાલે ભારતનાં ચંદ્ર મિશન ‘ચંદ્રયાન-3’નાં પ્રજ્ઞાન રોવરે ચંદ્ર પરથી સંદેશો મોકલ્યો હતો.જેમાં તેણે પોતાનાં અને વિક્રમ લેન્ડરનાં સ્વાસ્થ્ય અંગેની જાણકારી આપી હતી.આ સાથે જ પૃથ્વીવાસીઓને પણ તેમના હાલચાલ પૂછ્યાં હતાં. રોવરે જણાવ્યું કે તે અને તેનો મિત્ર વિક્રમ લેન્ડર સંપર્કમાં છે અને બંનેનું સ્વાસ્થ્ય સારું છે. આ સાથે જ સંદેશામાં એવું પણ જણાવ્યું કે ટૂંક જ સમયમાં સૌથી સારું પરિણામ સામે આવવાનું છે.

વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

Leave a Comment