ગુજરાત સરકારે રખડતા ઢોર અંગે લીધો કડક નિર્ણય,મનપા-નપા વિસ્તારોમાં ઢોરનું રજીસ્ટ્રેશન ફરજિયાત

રખડતા ઢોરને લઈને રાજ્ય સરકાર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરી છે.જેમાં મનપા તેમજ નપા વિસ્તારમાં ઢોરનું રજીસ્ટ્રેશન ફરજિયાત કર્યું છે.તેમજ રજીસ્ટ્રેશન વગરના ઢોરને જપ્ત કરવામાં આવશે.

રાજ્યમાં રખડતા ઢોરને લઈ રાજ્ય સરકાર માર્ગદર્શિકા જાહેર કરી છે.જેમાં મનપા તેમજ નપા વિસ્તાર માટે સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે.ત્યારે મનપા તેમજ નપા વિસ્તારમાં ઢોરનું રજીસ્ટ્રેશન પણ ફરજિયાત કરવામાં આવ્યું છે.અને રજીસ્ટ્રેશન વગરના ઢોરને જપ્ત કરવામાં આવશે.

જાહેર રસ્તાઓ પર ઘાસ વેચાણ અને ખવડાવવા પર પ્રતિબંધ

રાજ્યમાં રખડતા ઢોરને લીધે ધણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે જેને લઇ રાજ્ય સરકાર દ્વારા આજે મહાનગર પાલિકા તેમજ નગરપાલિકા હદ વિસ્તારમાં કડક પણે માર્ગદર્શિકાનું પાલન કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. તેમજ માર્ગદર્શિકામાં ઢોર માલિક કેટલા ઢોર રાખી રહ્યા છે.તે અંગેની માહિતી રજૂ કરવાની રહેશે.અને રજીસ્ટ્રેશન કરાવવું તેમજ ટેગ લગાડવાનું ફરજિયાત કરાયું છે.તેમજ જાહેર રસ્તાઓ પર ધાસ વેચાણ અને ખવડાવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.હવે રાજ્યમા માર્ગદર્શિકાનું કેટલું પાલન થાય છે તે હવે જોવાનું રહ્યું.

દરેક ઢોરનું રજીસ્ટ્રેશન તેમજ ટેગ લગાવવા ફરજીયાત

રાજ્ય સરકારે રખડતા ઢોર અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે.રાજ્ય સરકાર દ્વારા મનપા તેમજ નપા વિસ્તાર માટે સરકારે માર્ગદર્શિકા જાહેર કરી રખડતા ઢોર માલિકો સામે કડક નિર્ણય લીધો છે જેમાં રાજ્યની દરેક મનપા તેમજ નપા વિસ્તારમાં ઢોરનું રજીસ્ટ્રેશન ફરજિયાત કર્યું છે.તેમજ મનપા અને નપાએ પશુઓમાં ટેગ લગાવવાની કામગીરી કરવી પડશે. તેમજ પરમિશન માટે નિશ્ચિત ચાર્જ ભરવો પડશે. તેમજ જાહેર રસ્તાઓ પર ઘાસ વેચાણ અને ખવડાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે અને રજીસ્ટ્રેશન વગરનાં ઢોર જો રસ્તા પર રખડતા પકડાશે તો ઢોરને જપ્ત કરાશે.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *