ચંદ્રયાન 3 લેન્ડરમાંથી બહાર આવી રહેલા રોવરનો વિડિયો

ઈસરોએ શુક્રવારે છ પૈડાં અને 26 કિલો વજનવાળા પ્રજ્ઞાન રોવરનો વિડિયો શેર કર્યો છે.તેને ગુરુવારે ચંદ્રની સપાટી પર આગળ વધવાનું શરું કર્યું છે.ગુરુવારે સવારે લેન્ડિંગનાં લગભગ 14 કલાક પછી, ઈસરોએ રોવરને બહાર નીકળવાની પુષ્ટિ કરી હતી.ચંદ્રની સપાટી પર આવતાંની સાથે જ રોવરે સૌપ્રથમ તેની સૌર પેનલ ખોલી

તે 1 સેમી/સેકન્ડની ઝડપે આગળ વધે છે.અને તેની આસપાસનાં વિસ્તારોને સ્કેન કરવા માટે નેવિગેશન કેમેરાનો ઉપયોગ કરે છે.રોવર 12 દિવસમાં લગભગ અડધો કિલોમીટરનુ અંતર કાપશે.તેમાં બે પેલોડ છે જે પાણી અને અન્ય કીમતી ધાતુઓની શોધમાં મદદ કરશે.

આ પહેલાં ઈસરોએ ચંદ્રયાન-2ના ઓર્બિટરમાંથી ચંદ્રયાન-3ના લેન્ડરની તસવીરો શેર કરી હતી. ઈસરોએ શુક્રવારે તેમના X હેન્ડલ જે પહેલાં ટ્વિટર હતું તેના પર તેનો ફોટો શેર કર્યો હતો, પરંતુ બાદમાં તે પોસ્ટ ડિલીટ કરી દીધી હતી. આમાં વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર દેખાઈ રહ્યું છે.

આ તસવીરો ઓર્બિટર પર લગાવેલા હાઈ-રિઝોલ્યુશન કેમેરા (OHRC)માંથી લેવામાં આવી છે. હાલમાં ચંદ્રની ભ્રમણકક્ષામાં શ્રેષ્ઠ રિઝોલ્યુશન ધરાવતો આ કેમેરા છે. નાસાનું ઓર્બિટર પણ ચંદ્રની કક્ષામાં છે, તેનો કેમેરા પણ એટલા પાવરફુલ નથી.

આ પહેલાં ગુરુવારે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન એટલે કે ઈસરોએ લેન્ડિંગનો વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં શરૂઆતમાં ચંદ્રની સપાટી પર તરંગ જેવો નજારો જોવા મળ્યો હતો, જેવો તે નજીક પહોંચ્યો કે ત્યાં ઘણાં નાના-મોટા ખાડાઓ જોવા મળ્યા.

ચંદ્રયાન-3 મિશનના ત્રણ ભાગ છે. પ્રોપલ્શન મોડ્યુલ, લેન્ડર અને રોવર. તેમના પર કેટલાક 6 પેલોડ છે. ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યુલ પર શેપ નામનો પેલોડ લગાવવામાં આવ્યો છે. તે ચંદ્રની ભ્રમણકક્ષામાં પરિક્રમા કરીને પૃથ્વી પરથી આવતાં રેડિયેશનની તપાસ કરી રહ્યું છે. લેન્ડર પર ત્રણ પેલોડ છે. રંભા, પવિત્ર અને ઇલ્સા. પ્રજ્ઞાન પર બે પેલોડ છે.

વિડીઓ જોવા માટેઅહીં ક્લિક કરો
વિડિયો જોવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment