Chandrayaan 3 Timelapse Video:તારીખ 14 જુલાઈ 2023 નાં રોજ ઈસરોએ ચંદ્રયાન-3 અવકાશમાં લોન્ચ કર્યું હતું.અવકાશ સંશોધન ક્ષેત્રે ભારતને એયશ કલગીમાં વધુ એક પીંછુ ઉમેરાયું છે.ચંદ્રયાન તેના નિર્ધારિત સમયપત્ર મુજબ આગળ વધી રહ્યું છે.ત્યારે ઇટાલીના વર્ચ્યુઅલ ટેલિસ્કોપથી આ ચંદ્રયાનનો ટાઈમ લેપ્સ વિડિયો બનાવવામાં આવ્યો હતો.
Chandrayaan 3 Timelapse Video
Chandrayaan 3 Timelapse Video:ચંદ્રયાન-3 નાં રોકેટ જ્યારે પૃથ્વી પરથી ઉડાન ભરી ત્યારે તેની ઊંચાઈ લગભગ 43.5 મિત્ર જેટલી હતી.ચંદ્રયાન -3 ને તેની કક્ષામાં લઇ જતી વખતે રોકેટ તેનાથી અલગ થઈ ગયું હતું.માત્ર ચંદ્રયાન – 3 અને તેનું પ્રોપલ્શન મોડ્યુલ જ બાકી રહ્યું હતું.બન્ને આગળના પ્રવાસે નીકળ્યા.આજે તે લંબગોળ ભ્રમણકક્ષામાં પૃથ્વીની આસપાસ ફરે રહ્યા છે.
જ્યારે આ ચંદ્રયાન પૃથ્વીની નજીક આવે છે,ત્યારે તેનું અંતર 228 કિલોમીટર જેટલુ હોય છે. જેને વૈજ્ઞાનીક પરિભાષામા પેરીજી કહેવામા આવે છે. જ્યારે તે પૃથ્વીથી દૂર જાય છે. પછી તેનું અંતર 51400 કિલોમીટર જેટલુ થઈ જાય છે. આને એપોજી પણ કહેવામાં આવે છે. પરંતુ ઇટાલીના મેન્સિયાનોમાં વર્ચ્યુઅલ ટેલિસ્કોપ પ્રોજેક્ટે તેની કેટલીક ઇમેજો લેવાનો પ્રયત્ન કર્યો હતો. ચંદ્રયાન નો ટાઈમ લેપ્સ વીડિયો બનાવ્યો હતો. જેમાં ચંદ્રયાન-3 તારાઓની વચ્ચેથી ઝડપી ગતિએ બહાર નીકળતું જોઇ શકાય છે.
Chandrayaan 3 Image
જે સમયે આ તસવીરો લેવામાં આવી હતી તે સમયે ચંદ્રયાન-3 અંતરિક્ષમાં ઓછામાં ઓછા 41 હજાર કિલોમીટરથી વધુના અંતરે આગળ વધ્યુ હતુ. ત્યારથી તેની ભ્રમણકક્ષા બદલાઈ ગઈ છે. 14 જુલાઈના રોજ પ્રક્ષેપણ કર્યા પછી, પ્રથમ ભ્રમણકક્ષા દાવપેચ 15 જુલાઈના રોજ થઈ હતી. પછી ચંદ્રયાનનુ અંતર 31,605 થી વધારીને 41,604 કિમી કરવામાં આવ્યું હતુ. પછી પેરીજીમાં વધારો થયો.
Chandrayaan-3 Mission update:
The spacecraft's health is normal.The first orbit-raising maneuver (Earthbound firing-1) is successfully performed at ISTRAC/ISRO, Bengaluru.
Spacecraft is now in 41762 km x 173 km orbit. pic.twitter.com/4gCcRfmYb4
— ISRO (@isro) July 15, 2023
ચંદ્રયાનની સ્પીડ 173 કિમીથી વધારીને 226 કિમી કરવામાં આવી હતી. હવે તે 228 X 51400 કિમીની ભ્રમણકક્ષામાં આગળ વધે છે. ઈસરોના ચીફ ડૉ.એસ.સોમનાથએ જણાવ્યું છે કે, ચંદ્રયાન મિશન તેના સમયપત્રક મુજબ સારી રીતે ચાલી રહ્યું છે. ચંદ્રયાન-3નું સ્વાસ્થ્ય એકદમ સુરક્ષિત છે. તેના તમામ ભ્રમણકક્ષાના દાવપેચ બેંગલુરુમાં ઇસરો સેન્ટર ISTRAC થી કરવામાં આવે છે.
Chandrayaan 3 Timelapse Video
We observed the #Chandrayaan3 spacecraft again last night! Furthermore, we created a time-lapse using our 15 July data. 🛰️🔭📷 @isro
More here ⬇️⬇️⬇️
🛑https://t.co/tyaHC13RBl pic.twitter.com/RFa87CPdxP— Virtual Telescope (@VirtualTelescop) July 17, 2023
ચંદ્રયાન ના આ ફોટા અને વીડિયો આધુનીક ટેકનોલોજી સેલેસ્ટ્રોન સી14+ પૈરામાઉન્ટ એમઆઇ+એસબિગ એસટી 8-એક્સએમઇ રોબોટિક યુનિટ દ્વારા લેવાનો પ્રયત્ન કરવામા આવ્યા હતા. આ તસવીરો 15 થી 17 જુલાઈની વચ્ચે લેવામાં આવી છે. આ પ્રોજેક્ટના વૈજ્ઞાનિકો ના મત અનુસાર, તે સમયે આ તસવીરો લેવામાં આવી હતી. તે સમયે કાં તો ચંદ્રયાન-3નું બૂસ્ટર એટલે કે એન્જિન બીજી દિશામાં હતું. અથવા તે બંધ સ્થિતિમા હતું. કારણ કે જે ઝડપ થી ચંદ્રયાન ચાલી રહ્યુ છે જો એન્જીન ચાલુ હોત તો પાછળ એક ટ્રેલ દેખાતું હોત.
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |