ઓગસ્ટમાં કેવો રહેશે ગુજરાતમાં વરસાદ?હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી

Gujarat Weather Forecast:હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું છે કે, ઓગસ્ટ મહિનામાં પણ બંગાળના ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમ સક્રિય થશે

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે,ઓગસ્ટ મહિનામાં પણ બંગાળના ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમ સક્રિય થશે. બંગાળના ઉપસાગરમાં ભારે પવન પણ ફૂંકાશે. જેના કારણે ગુજરાતમાં વરસાદ થશે. ત્રણથી ચાર ઓગસ્ટમાં ભારે પવન ફૂંકાશે. દેશના કેટલાક ભાગોમાં વરસાદ પણ પડશે. સાથે જ પૂર્વ ભારતના ભાગોમાં બિહાર, પશ્ચિમ બંગાળ આસામમાં પણ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં પણ વરસાદ પડવાની શક્યતા રહેશે.

રાજ્યમાં સરેરાશ અત્યાર સુધીનો વરસાદ 85 ટકાથી વધુ નોંધાયો છે. જોકે લોકો તડકો નિકળે તેની રાહ જોઇ રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા તો આગામી 4 દિવસ સામાન્ય વરસાદની આગાહી છે. જેના કારણે હવે થોડી રાહત રહેશે. કારણ કે, સતત વરસાદના કારણે કૃષિ પાકને નુકસાન થયુ છે. હવે વરસાદ વિરામ લે તેની ખેડુતો રાહ જોઈએ રહ્યા છે. પરંતુ ઓગસ્ટ મહિનામાં કેવું વાતાવરણ રહેશે તેની પણ ચિંતા છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિના કેટલાક દિવસ વરસાદ થશે અને કઈ કઈ તારીખમાં વરસાદ થશે તેનુ અનુમાન જાહેર કર્યુ છે.

ઓગસ્ટમાં ધીમે ધીમે વરસાદનું જોર વધશે. આઠ ઓગસ્ટમાં પણ વરસાદનું જોર વધે અને ગુજરાતના ભાગોમાં વરસાદ પડશે. મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના વલસાડ, આહવા, ડાંગ, સુરત, નવસારી, ભરૂચ તથા સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદી ઝાપટા પડશે. કોઈપણ ભાગમાં ભારે વરસાદી ઝાંપટા પડશે. કોઈ કોઈ ભાગોમાં ચાર ઈંચ કે તેથી વરસાદ પડવાની શક્યતા રહે. આઠ ઓગસ્ટ સુધીમાં મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ, ગોધરા, તેમજ ઉતર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે

સાબરમતી નદી, નર્મદા નદી, તાપી નદીના જળસ્તરમાં વધારો થશે અને ઓગષ્ટ મહિનમાં ગુજરાતના વિભિન્ન ભાગોમાં વરસાદ રહેશે. 12 અને 13 ઓગસ્ટના રોજ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 16 અને 17 તારીખમાં પણ વરસાદની શક્યતાઓ રહેશે. 17 ઓગસ્ટ પછીનું મઘા નક્ષત્રમાં વરસાદ થાય તો પાણી કૃષિ પાક માટે સારું ગણાય છે. તે સ્ટોર કરવા માટે પણ સારું ગણાય છે. આ અરસામાં મધ્યપ્રદેશ ઉત્તર ભારતના ભાગોમાં વરસાદની શક્યતાઓ રહેશે. 23 ઓગસ્ટ પછી પણ વરસાદ થશે અને વરસાદનું જોર ઘટશે. અને ઝાંપટા પડી શકે છે

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *