અંબાલાલ પટેલની આગાહી:ગુજરાતમાં ફરી હવામાનમાં આવશે પલટો,જાણો ક્યાંથી કયાં સુધી મેઘરાજા રાજ્યને ધમરોળશે

Meteorologist Ambalal Patel’s forecast:ગુજરાતમાં વરસાદને લઈને આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું કે,15 ઓગસ્ટ સુધી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં હળવા ઝાપટાંની સંભાવના,20 ઓગસ્ટથી સપ્ટેમ્બરની શરૂઆત સુધી પડશે સારો વરસાદ

રાજ્યભરમાં વરસાદે લગભગ વિરામ લઈ લીધો છે. ક્યાંક ક્યાંક છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે તો કેટલીક જગ્યાએ વરસાદી ઝાંપટાનું જોર છે. ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ પૂરો થયો છે અને હવે ચોથા રાઉન્ડની રાહ જોવાઈ રહી છે. આ વચ્ચે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદની લઈને આગાહી કરી છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં શ્રાવણ અમાસથી ભાદરવા મહિના સુધી વરસાદ થશે.

તેઓએ જણાવ્યું છે કે, ગુજરાતમાં 20 ઓગસ્ટથી સપ્ટેમ્બરની શરૂઆત સુધી સારો વરસાદ પડી શકે છે. પવનની ગતિ ધીમી થયા બાદ ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થાય તેવી શક્યતા છે. તેઓએ જણાવ્યું છે કે, ખેડૂતો માટે હાલ ઉઘાડ છે, હાલ વરસાદી ઝાપટાં પડશે. પવન ઓછો થયા બાદ વરસાદ માટે સિસ્ટમ બનશે. આપને જણાવી દઈએ કે, અન્ય કેટલાક હવામાન નિષ્ણાંતોએ વરસાદના ચોથા રાઉન્ડ દરમિયાન તા.19થી 21 ઓગસ્ટ વચ્ચે ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.

અંબાલાલ પટેલે કહ્યું કે, આગામી 15 ઓગસ્ટ સુધી રાજ્યનાં જુદા જુદા ભાગોમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે. તો જન્માષ્ટમી દરમિયાન પણ રાજ્યના કેટલાક ભાગોમાં ઝાપટા પડવાની શક્યતા છે. શ્રાવણ અમાસથી ભાદરવા મહિના સુધી વરસાદ રહેશે. સાથે જ તેમણે કહ્યું છે કે 15 ઓગસ્ટથી દેશના હવામાનમાં પલટો આવવાની સંભાવના છે.

સ્થાનિક હવામાન વિભાગની આગાહી જણાવે છે કે હાલ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની કોઈ શક્યતા નથી. આગામી પાંચ દિવસ સુધી કોઈ કોઈ જગ્યાએ સામાન્ય વરસાદ થશે. અત્યારે વરસાદ લાવનારી કોઈ સિસ્ટમ એક્ટિવ ન હોઈ ગુજરાતમાં ભારે વરસાદ થવાનો નથી. અમદાવાદની વાત કરીએ તો આજથી 15 ઓગસ્ટ સુધી શહેરમાં હળવો વરસાદ થવાની પણ શક્યતા નથી. જોકે, અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જળવાઈ રહેવાનું હોઈ ક્યાંક ક્યાંક વરસાદી વાદળો ઝાંપટાના સ્વરૂપે વરસી શકે છે.

ગાંધીનગરના સ્ટેટ કંટ્રોલ ઓપરેશન રૂમાના સૂત્રો જણાવે છે કે, આજે સવારે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં રાજ્યના 19 તાલુકાઓમાં સાવ સામાન્ય વરસાદ નોંધાયો હતો. જેમાં ગીર-સોમનાથના વેરાવળમાં સૌથી વધુ અડધો ઈંચ વરસાદ પડ્યો હતો.

વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

Leave a Comment