ઘરમાં ચોર ઘૂસ્યો,કૂતરાએ જોયું અને વ્હાલ કરાવવા લાગ્યો… માલિકને એક લાખનું થયું નુકસાન

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક ચોર કૂતરાની સામે સાયકલ ચોરીને લઈ જાય છે. આ વીડિયો જોઈ લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આપણે સાંભળ્યું જ છે કે કૂતરાનું નાક સાર્પ અને ઉંઘ કાચી હોય છે. એટલા માટે જ ઘરમાં કૂતરો રાખવાથી ઘરમાં ચોરી નથી થતી. પરંતુ કૂતરો એલર્ટ નહીં પરંતુ ક્યૂટ નિકળે તો શું થાય? સોશિયલ મીડિયા પર વાયરલ એક વીડિયોના કારણે આ સવાલ સામે આવ્યો છે.

વીડિયોમાં ચોર ચોરી કરવા આવે છે. કૂતરાને પ્રેમ કરે છે અને તેના બાદ ચોરી કરીને જતો રહે છે. પરંતુ કૂતરો કંઈ નથી કરી શકતો. વીડિયો વાયરલ થતા લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

વીડિયો વાયરલ થયા બાદ લોકો કૂતરાની ક્યૂટનેસ પર ફિદા થઈ રહ્યા છે. એક યુઝરે લખ્યું, “તમે વોચ ડોગના રૂપમાં ગોલ્ડન રિટ્રીવર ન રાખી શકો. તે ખૂબ વધારે ફ્રેન્ડલી હોય છે.” અન્ય એક યુઝરે લખ્યું, “એટલે હું ગોલ્ડન રિટ્રીવરને પ્રેમ કરુ છું. કેટલો ફ્રેન્ડલી છે.” અન્ય એક યુઝરે કહ્યું, “આ કેટલો ક્યૂટ છે.”

ક્યૂટ કૂતરાનો વીડિયો ફેસબુક પર 4 ઓગસ્ટે શેર કરવામાં આવ્યો છે. આમ તો આ ઘટના 15 જુલાઈ 2023ની છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ચોર રાત્રે સાડા દસ વાગ્યે સાયકલ ચોરી કરીને નિકળે છે. 

એટલામાં કૂતરો બહાર આવે છે. ચોરની પાસે જાય છે અને તેને અંદર લઈને આવે છે. ચોરે કૂતરાને પ્રેમ કર્યો, હાથ ફેરવ્યો અને પછી ત્યાંથી સાયકલ લઈને જતો રહ્યો. કૂતરો ભસતો પણ નથી કે માલિકને બોલાવતો પણ નથી.

વીડિયોને શેર કરતા સેન ડિએગો પોલીસે લખ્યું, “એક શંકાસ્પદ ચોરને શોધવામાં તમારી મદદ જોઈએ છે. 15 જુલાઈ, 2023એ લગભગ 10.40 વાગ્યે, એક શંકાસ્પદ પેસિફિક બીચ વિસ્તારના એક ગેરેજમાં ઘુસે છે અને 2019 મોડલની એક કાળી ઈલેક્ટ્રા 3-સ્પીડ સાયકલની સાથે ફરાર થઈ ગયો.સાયકલની કિંમત લગભગ 1,300 ડોલર હતી.”

વિડિયો જોવા માટે અહીં ક્લિક કરો

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *