ચંદ્રયાને તો માણસો જેવું કર્યું,પહોંચીને બોલ્યું,ચંદ્રની કક્ષામાં આવી ગયું છું,ફોટો મોકલું’?

ચંદ્રયાન હાલ ચંદ્રની 170 Χ 4313 કિમીની કક્ષમાં ફરી રહ્યું છે. ચંદ્રની પ્રદક્ષિણા કરતી વખતે ચંદ્રયાને એક ધરતી પર એક મેસેજ મોકલીને એક સવાલ પૂછ્યો હતો.તેણે લખ્યું કે હું ચંદ્રની કક્ષમાં આવી ગયો છું.શું મારે એક ફોટો મોકલવો જોઈએ?આ ટ્વિટ કરતી વખતે ચંદ્રયાને એક ફોટો પણ મોકલ્યો હતો. આ ટ્વીટને અત્યાર સુધીમાં 1600થી વધુ વખત રીટ્વીટ કરવામાં આવ્યું છે. 10 હજારથી વધુ લાઈક્સ છે. તેને 86 વખત ટાંકવામાં આવી છે. 37 વખત બુકમાર્ક થયેલ છે. આ સિવાય તેને 1.68 લાખથી વધુ વખત જોવામાં આવ્યું છે.

ચંદ્રયાન-3એ હવે કેટલું અંતર કાપવાનું બાકી?

  • 14 જુલાઈ 2023: ચંદ્રયાન-3ને લોન્ચ કરવામાં આવ્યું.
  • 31 જુલાઈ 2023: ચંદ્રયાન-3 પૃથ્વીની પાંચેય કક્ષાઓની પરિક્રમા કર્યા બાદ ચંદ્રમાર્ગ પર રવાના થયું. જેને ટ્રાન્સ લૂનર ઈન્જેકશન કહેવાય છે.
  • 5 ઓગસ્ટ, 2023: ચંદ્રની પ્રથમ ભ્રમણકક્ષામાં દાખલ થયું
  • 6 ઓગસ્ટ, 2023: ચંદ્રની બીજી ભ્રમણકક્ષામાં દાખલ થયું
  • 9 ઓગસ્ટ 2023: ચંદ્રની ત્રીજી કક્ષામાં સ્થાપિત થયું
  • 14 અને 16 ઓગસ્ટ: ચંદ્રયાન-3 ચંદ્રની ચોથી અને પાંચમી કક્ષામાં જશે.
  • 17 ઓગસ્ટ: ચંદ્રયાન-3ના પ્રોપલ્શન અને લેન્ડર મોડ્યુલ અલગ હશે.
  • 18 અને 20 ઓગસ્ટ: ચંદ્રયાન-3ના લેન્ડર મોડ્યુલનું ડિઓર્બિટિંગ થશે.
  • 23 ઓગસ્ટ : લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પાસે ઉતરશે.

ચંદ્રયાન-3 ચંદ્રની ત્રીજી કક્ષામાં સ્થાપિત થયું 

ઈસરોએ ચંદ્રયાન-3ને ચંદ્રની ત્રીજી કક્ષામાં મોકલી દીધું છે. હવે ચંદ્રયાન 174 કિ.મી.x 1437 કિ.મી.ની નાની લંબગોળ ભ્રમણકક્ષામાં ફરી રહ્યું છે. ઈસરોએ 9 ઓગસ્ટે બપોરે 1.40 વાગ્યે ભ્રમણકક્ષામાં ફેરફાર કર્યો હતો. એટલે કે ચંદ્રયાન-9ના થ્રસ્ટર્સ ચાલુ કરવામાં આવ્યા હતા.

Leave a Comment