Kunwar Bai Nu Mameru Yojana | કુંવરબાઈનું મામેરું યોજના 2023

Kunwar Bai Nu Mameru Yojana | કુંવરબાઈનું મામેરું યોજના 2023 : ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી યોજના અમલમાં મૂકવામાં આવી છે . તેવામાં દીકરી ના લગ્ન સમયે આર્થિક રૂપે દીકરીને સહાય મળી રહે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા કુંવરબાઈનું મામેરુ યોજના અમલમાં મૂકવામાં આવી છે જેમાં દીકરીનેનવા સુધારેલ દર પ્રમાણે 12 હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે.

તો મિત્રો આજના લેખમાં આપણે જાણીશું કુંવરબાઈ મામેરુ નું નિયમોને શરતો છે યોજનાનો હેતુ શું છે અરજી કઈ રીતના કરવી શું છે આ યોજના માટેના ડોક્યુમેન્ટ વગેરે માહિતી આજના લેખમાં મેળવીશું તો આ લેખને ધ્યાનપૂર્વક શાંતિથી પૂરો વાંચવા વિનંતી.

અગાઉના આર્ટીકલમાં આપણે મફત પ્લોટ યોજનાગુજરાતનું BPL લિસ્ટમાનવ કલ્યાણ યોજના 2023વૃદ્ધ પેન્શન યોજનાતાર ફેનસિંગ વાડ યોજનાસુકન્યા સમૃદ્ધિ યોજનાબાલ સખા યોજનાટ્રેક્ટર સહાય યોજનામફત સિલાઈ મશીન યોજનાતબેલા લોન સહાય યોજનાપ્રધાનમંત્રી વાણી યોજનાબેંક ઓફ બરોડા ઈ-મુદ્રા લોન યોજનાસ્ટેશનરી દુકાન ખોલવા માટે લોન ની સહાયPradhan Mantri Jandhan Yojana 2023: પ્રધાનમંત્રી જનધન યોજનાગુજરાત ગો ગ્રીન યોજનાની વિગતવાર માહિતી મેળવી. આજના આ આર્ટીકલમાં આપણે કુંવરબાઈનું મામેરું યોજનાની સંપૂર્ણ માહિતી મેળવીશું.

Kunwar Bai Nu Mameru Yojana | કુંવરબાઈનું મામેરું યોજના 2023

યોજના નામકુંવરબાઈનું મામેરું યોજના 2023
હેતુલગ્ન સમયે આર્થિક રૂપે દીકરીને સહાય
સંસ્થાesamajkalyan
સત્તાવાર વેબસાઈટhttps://esamajkalyan.gujarat.gov.in/
સહાય રકમધારેલા દર મુજબ રૂ.૧૨૦૦૦/-
કન્યાને જુના દર મુજબ રૂ.૧૦૦૦૦/-

Kunwar Bai Nu Mameru Yojana 2023 યોજનાનો હેતુ

  • અનુસૂચિત જાતિની પુખ્ત વયની બે કન્યાના લગ્ન પ્રસંગે કુંવરબાઇના મામેરાની યોજના હેઠળ (તા. ૧/૪/૨૦૨૧ પછી લગ્ન કરનાર કન્યાને) સુધારેલા દર મુજબ રૂ.૧૨૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે જયારે આ તારીખ પહેલા લગ્ન કરનાર કન્યાને જુના દર મુજબ રૂ.૧૦૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે.

નિયમો અને શરતો

  • આ યોજનાનો લાભ અનુસૂચિત જાતિઓને (ગુજરાત રાજ્યના મૂળ વતનીઓને) જ મળવાપાત્ર
  • આ યોજનામાં વાર્ષિક આવકમર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં રૂ₹.600000/- અને શહેરી વિસ્તારમાં ₹રૂ.600000/- છે
  • કુંટુંબની બે(૨) પુખ્તવયની કન્યાના લગ્ન પ્રસંગ સુધી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર
  • કન્યાની વયમર્યાદા લગ્ન સમયે ૧૮ વર્ષ અને યુવકની વય ૨૧ વર્ષ હોવી જોઇએ.
  • લગ્‍નના બે વર્ષની અંદર સહાય માટે અરજી કરવાની રહેશે.
  • સાત ફેરા સમૂહલગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઇનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થશે.
  • સમૂહલગ્નમાં ભાગ ભાગ લેનાર લાભાર્થી કન્યા સાત ફેરા સમૂહલગ્ન યોજના તેમજ કુંવરબાઇનું મામેરૂ યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બંન્ને યોજનાઓ હેઠળ લાભ મેળવવા પાત્ર રહેશે.

રજુ કરવાના ડોક્યુમેન્‍ટ

  • કન્યાનું આધાર કાર્ડ
  • કન્યાના પિતા/વાલીનું આધાર કાર્ડ
  • સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ કન્યાની જાતિનો દાખલો
  • સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ યુવકની જાતિનો દાખલો (જો હોય તો)
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • કન્યાના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો
  • લગ્ન નોંધણી પ્રમાણપત્ર
  • લગ્ન નોંધણી સમયે રજુ કરવામાં આવતું ફોર્મ(લગ્ન વિજ્ઞપ્તિનું ફોર્મ)
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (કન્યાના નામ પાછળ પિતા/વાલીનું નામ હોય તે)
  • સ્વ-ઘોષણા (Self-Declaration)
  • જો પિતા હયાત ન હોય તો મરણનો દાખલો

રીમાર્કસ

યોજનાનો લાભ મેળવવા માટે e-samaj kalyan પોર્ટલ પર ઓનલાઇ અરજી કરવાની રહેશે તથા શહેરી વિસ્તારમાં રહેતા અરજદારોએ નાયબ નિયામકશ્રી (અ.જા) ને અરજી કરવાની રહેશે.

કુંવરબાઈનું મામેરું યોજના માટે અરજી કેવી રીતે કરવી? (Apply for Kunwar Bai Nu Mameru Yojana)

કુંવરબાઈનું મામેરું યોજના સરકારી યોજના માટે અરજી તમે સમાજ કલ્યાણ ની વેબસાઈટ પર જઈ ને કરી શકો છો.

  • સૌપ્રથમ તમે કુંવરબાઈનું મામેરુ યોજના ની અરજી કરવા માટે ઈ સમાજ કલ્યાણ ની વેબસાઈટ પર જાવ https://ikhedutgujarat.in/
  • જો તમે નવા યુઝર છો તો તમારે સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તો તમે ન્યુ રજીસ્ટ્રેશન પર ક્લિક કરી તમારું રજીસ્ટ્રેશન કરી લો
  • ત્યારબાદ તમારા રજીસ્ટ્રેશન થયા પ્રમાણે આઈડી પાસવર્ડ લોગીન કરી લોગીન કરી લો
  • ત્યારબાદ તમારે કુવરબાઈનુ મામેરુ યોજના પર ક્લિક કરવાનું રહેશે
  • તમારી સામે એક ઓનલાઇન ફોર્મ ખુલશે તેમાં તમારે તમારું માહિતી સાચી ભરવાની રહેશે
  • ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ ફોર્મ ને સબમિટ કરો
  • જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • અરજીને કન્ફર્મ કરો
  • અરજીની પ્રિન્ટ લઈ લો

આ માહિતી પણ તમારે વાંચવી જોઈએ:

Kuvar Bai Nu Mameru Yojana Official WebsiteWebsite
કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મpdf ડાઉનલોડ કરો
કુંવરબાઈનું મામેરું યોજના હેલ્પલાઇન નંબરઅહી ક્લિક કરો

Leave a Comment