સિઝનના અંત લાગવાવાળા સેલ દરમિયાન ભારે ડિસ્કાઉન્ટવાળી કિંમતે વસ્તુઓ મેળવવાની રાહ ઘણા લોકો જુએ છે પણ કેટલીકવાર એવું બને છે કે બે લોકોને એક જ વસ્તુ ગમે છે અને આવી સ્થિતિમાં કોઈને સમાધાન કરવું પડે છે. પણ દરેક લોકોને સમાધાન કરતાં નથી આવડતું. હાલ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને આ વિડિયો જોયા પછી તમે સેલવાળી કોઈપણ જગ્યાએ જતા પહેલા ચોક્કસપણે બે વાર વિચારશો.
બે મહિલાઓ એકબીજા સાથે ઝપાઝપી કરતી જોવા મળી
જણાવી દઈએ કે આ વાયરલ વીડિયોમાં બે મહિલાઓ એકબીજા સાથે ઝપાઝપી કરતી જોવા મળી રહી છે. આ વાયરલ વીડિયો બેંગલુરુમાં આયોજિત યરલી સેલનો છે.આ વાયરલ વીડિયોમાં બે મહિલાઓ એકબીજાને થપ્પડ મારતી અને એકબીજાના વાળ ખેંચતી જોવા મળે છે, જ્યારે આખો હોલ સેલમાં સાડી ખરીદવા આવેલી મહિલાઓથી ભરેલો જોવા મળે છે.
બે મહિલાઓ વચ્ચે સાડીને લઈને બોલાચાલી
વાત એમ છે એ આ તમામ લોકો મૈસૂર સિલ્ક સાડીઓ પર ભારે ડિસ્કાઉન્ટનો લાભ લેવા માટે ભેગા થયા હતા અને આ દરમિયાન બે મહિલાઓ વચ્ચે સાડીને લઈને બોલાચાલી થઈ હતી. વીડિયોમાં બે મહિલાઓ વચ્ચે ઝઘડો જોઈ શકાય છે.
સેલમાં સાડી માટેના ઝઘડાનો વીડિયો વાયરલ
વીડિયોમાં જોવા મલે છે કે બંનેમાંથી એક પણ મહિલા પીછેહઠ કરવા તૈયાર ન હતી અને એ બાદ લડાઈ એટલી વધી ગઈ કે બંનેએ એકબીજાના વાળ ખેંચવા માંડ્યા અને એકબીજાને થપ્પડ મારવા લાગ્યા. ત્યાં હાજર લોકોએ આ મહિલાઓને રોકવાની કોશિશ કરી પણ જ્યારે મામલો હાથ ન લાગ્યો તો વીડિયોના અંતમાં તમે જોઈ શકો છો કે એક પોલીસકર્મી આ બંનેને અલગ કરી રહ્યો છે.
Mysore silk saree yearly sale @Malleshwaram .. two customers fighting over for a saree.👆🤦♀️RT pic.twitter.com/4io5fiYay0
— RVAIDYA2000 🕉️ (@rvaidya2000) April 23, 2023
- બે મહિલાઓ એકબીજા સાથે ઝપાઝપી કરતી જોવા મળી
- વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો
- વિડીયો જોયા પછી સેલવાળી જગ્યાએ જતા પહેલા બે વાર વિચારશો
હાલ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને આ વિડિયો જોયા પછી તમે સેલવાળી કોઈપણ જગ્યાએ જતા પહેલા ચોક્કસપણે બે વાર વિચારશો.