WhatsApp ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો
Telegram ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Google News પર Follow કરવા અહી ક્લિક કરો
થિયેટરોમાં ધૂમ મચાવશે 'ગદર 2' vs 'OMG 2', સની અને અક્કી વચ્ચે થશે કાંટે કી ટક્કર

થિયેટરોમાં ધૂમ મચાવશે ‘ગદર 2’ vs ‘OMG 2’, સની અને અક્કી વચ્ચે થશે કાંટે કી ટક્કર

સની દેઓલ અને અમીષા પટેલ અભિનીત ફિલ્મ ‘ગદર 2’ની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ ઓગસ્ટમાં સિનેમાઘરોમાં આવશે. નોંધનીય છે કે થોડા દિવસ પહેલા જ ‘ગદર 2’નું ટીઝર અને એક ગીત પણ રિલીઝ કરવામાં આવ્યું હતું. ગદર 2 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. મહત્વનું છે કે અક્ષય કુમારની ફિલ્મ OMG 2 પણ આ જ દિવસે રિલીઝ થવા જઈ રહી છે.

રણબીરની ફિલ્મ એનિમલની રિલીઝ ડેટ પોસ્ટપોન થયા પછી પણ બોક્સઓફિસ પર 11 ઓગસ્ટે સૌથી મોટી ક્લેશ થવા જઈ રહી છે. સની દેઓલ અને અમીષા પટેલ 22 વર્ષ પછી તારા સિંહ અને સકીનાને ગદર 2માંથી પાછા લાવી રહ્યા છે. આ ફિલ્મનો ક્રેઝ ઘણો વધારે છે.

અક્ષય કુમારની ફિલ્મ OMG 2 એ ફિલ્મ Omg ની સિક્વલ છે. બંને ફિલ્મો એક જ દિવસે બોક્સ ઓફિસ પર ટકરાવાની છે. નોંધનીય છે કે આ પહેલા રણબીર કપૂરની ફિલ્મ એનિમલ પણ આ જ દિવસે રિલીઝ થવાની હતી પણ તેને મોકૂફ રાખવામાં આવ્યો છે. રણબીર કપૂરની એ ફિલ્મ હવે 1 ડિસેમ્બરે રિલીઝ થશે.

તેની સામે અક્ષય કુમારની ફિલ્મ OMG 2 વિશે વાત કરવામાં આવે તો તેની સ્ટોરી હજુ સુધી સામે આવી નથી પણ કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં અક્ષય કુમાર ભગવાન શિવના રોલમાં જોવા મળશે. ગઈકાલે આ ફિલ્મનું વધુ એક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું.

DHS Navsari Recruitment 2023: આરોગ્ય વિભાગ નવસારીમાં પરીક્ષા વગર સીધી ભરતી

Sukanya Samriddhi Yojana 2023 | સુકન્યા સમૃદ્ધિ યોજના

WhatsApp ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો
Telegram ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Google News પર Follow કરવા અહી ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top