WhatsApp ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો
Telegram ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Google News પર Follow કરવા અહી ક્લિક કરો
કમ્પ્યુટર,લેપટોપ અને ટેબલેટને લઈને મોદી સરકારનો અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય,દેશભરમાં આજથી લાગુ થશે નિયમ

કમ્પ્યુટર,લેપટોપ અને ટેબલેટને લઈને મોદી સરકારનો અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય,દેશભરમાં આજથી લાગુ થશે નિયમ

India Restricts Import Of Laptop News:કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓને લઈ મોટો નિર્ણય કર્યો છે.વાત જાણે એમ છે કે,સ્થાનિક મેન્યુફેકચરિંગને આગળ વધારવા માટે ગુરુવારે એક સરકારી સૂચના અનુસાર ભારતે તાત્કાલિક અસરથી કમ્પ્યુટર,લેપટોપ અને ટેલબેટની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે.આ સાથે હવે તેમની આયાતને પ્રતિબંધિત આયાત માટેના માન્ય લાયસન્સ સામે મંજુરી આપવામાં આવશે.નોંધનીય છે કે,એપ્રિલ અને જૂનમાં ઇલેક્ટ્રોનિક્સ આયાત જેમાં કમ્પ્યુટર, લેપટોપ અને ટેબલેટનો સમાવેશ થાય છે તે વાર્ષિક ધોરણે 6.25% વધુ, $19.7 બિલિયન હતી.

રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, ટેસ્ટિંગ, બેન્ચમાર્કિંગ, રિપેરિંગ, પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને રિ-એક્સપોર્ટના કેસોમાં આયાત લાયસન્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, આયાતની પરવાનગી એ શરત સાથે આપવામાં આવશે કે, આયાતી માલનો ઉપયોગ માત્ર ઉલ્લેખિત હેતુઓ માટે જ કરવામાં આવશે અને તેનું વેચાણ કરવામાં આવશે નહીં. એવું પણ કહેવામાં આવ્યું હતું કે, હેતુ પૂરા કર્યા પછી ઉત્પાદનનો નાશ કરવામાં આવશે અથવા ફરીથી નિકાસ કરવામાં આવશે.

ભારત સરકારે આજે (3 ઓગસ્ટ) લેપટોપ, ટેબલેટ, પર્સનલ કમ્પ્યુટર્સ (PC), અલ્ટ્રા-સ્મોલ ફોર્મ ફેક્ટર કમ્પ્યુટર્સ અને સર્વરની આયાત પર પ્રતિબંધની જાહેરાત કરી છે. આ વસ્તુઓની આયાતને લાયસન્સ આધારે મંજૂરી આપવામાં આવશે. જાહેરાત અનુસાર કેટલાક કેસોને આ નિયમોમાંથી મુક્તિ આપવામાં આવી છે. વ્યક્તિગત ઉપયોગ અને સંશોધન વગેરે માટે લેપટોપ, ટેબલેટ વગેરે ખરીદવા પર કોઈ પ્રતિબંધ નથી.

સ્થાનિક મેન્યુફેક્ચરિંગને આગળ વધારવા માટે ગુરુવારે એક સરકારી સૂચના અનુસાર ભારતે તાત્કાલિક અસરથી લેપટોપ, ટેબ્લેટ અને પર્સનલ કમ્પ્યુટર્સની આયાત પર……

ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ સંસ્થા મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન ઑફ ઇન્ફર્મેશન ટેક્નોલોજીના ભૂતપૂર્વ ડિરેક્ટર જનરલ અલી અખ્તર જાફરીએ જણાવ્યું હતું કે, આ પગલાની ભાવના ભારતમાં ઉત્પાદનને આગળ ધપાવવાની છે. ડેલ, એસર, સેમસંગ, એલજી, પેનાસોનિક, એપલ ઇન્ક, લેનોવો અને એચપી ઇન્ક એ ભારતીય બજારમાં લેપટોપ વેચતી કેટલીક ચાવીરૂપ કંપનીઓ છે અને તેનો નોંધપાત્ર હિસ્સો ચીન જેવા દેશોમાંથી આયાત કરવામાં આવે છે.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
WhatsApp ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો
Telegram ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Google News પર Follow કરવા અહી ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top