Chandrayaan 3:ઈસરો દ્વારા ચંદ્રયાન 3 ના ઓનબોર્ડ પર લગાવેલા કેમેરાએ લીધેલ વિડીયો પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે, જેમાં અદભુત નજારો કેપ્ચર કરવામાં આવ્યો છે
Chandrayaan 3
તમને અહી જણાવીએ કે ચંદ્રયાન 3 ના રોકેટ અને યાનમાં કેમેરા લાગેલા હોય છે જે તેની સંપૂર્ણ લોન્ચિંગ કેદ કરે છે અને તેના ઈમેજ પણ લેતું હોય છે, અને એક સંપૂર્ણ વિડીયો બનાવતું હોય છે, આનું મકસદ એ હોય છે કે જો લોન્ચિંગ સમયે કોઈ પણ ખામી સર્જાઈ હોયતો તેમાં કેદ થઇ જાય છે, જે પછી તેના વિશ્લેષણ માટે ઉપયોગી થઇ શકે.
ભારતીય સ્પેસ એજન્સી દ્વારા 14 જુલાઈના રોજ આંધ્રપ્રદેશના શ્રી હરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી ચંદ્રયાન 3 ને સફળતા પૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું. જે દરેક ભારતીય માટે એતિહાસિક ક્ષણ હતી, અને ભારતે એક ઈતિહાસ રચ્યો.
ઓનબોર્ડ કેમેરાથી લોન્ચિંગ વિડિયો
અહી આપેલ વિડીયોમાં સૌ પ્રથમ નોર્મલ લોન્ચ દેખાડવામાં આવ્યું છે ત્યારબાદ 1 મિનીટ અને 14 સેકેન્ડથી ચંદ્રયાન 3 ના ઓનબોર્ડ કેમેરાનો વિડીયો બતાવવામાં આવ્યો છે. જેવું જ કાન્દ્રયાન લોન્ચનું કાઉન્ટડાઉન બંધ થાય છે કે તરત જ સાઈડમાં લાગેલા બે મોટા એન્જીન અને રોકેટ ઓન થઇ જાય છે.
LVM3 M4/Chandrayaan-3:
Lift-off, tracking and onboard views pic.twitter.com/eUAFShS1jA— ISRO (@isro) July 14, 2023
લોન્ચિંગ વખતે લાગેલી આગ થી કોઈ નુકસાન ન થાય એ માટે ચારેય બાજુથી પાણી છાંટવામાં આવે છે, જે આપણને આ વિડીયોમાં જોવા મળે છે, ત્યારબાદ રોકેટ ઉપરની દિશામાં જાય છે ત્યારે આપણ ને નીચે ફક્ત ધુમાડો જ દેખાતો હોય છે. ત્યાર બાદ 62 કિલોમીટરની ઉંચાઈ પર પહોચે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે સાઈડમાં લાગેલ બંને એન્જીન રોકેટથી અલગથઇ જાય છે, જે લગભગ બંગાળની ખાડીમાં પડતા હોય છે.
આગળ જતા આપડે એ પણ જોઈ શકીએ છીએ કે પૃથ્વીની બહાર એટલેકે અંતરીક્ષમાં ગયા પછી ચંદ્રયાન 3 પર લાગેલા ઈંડા આકારના કવર પણ દુર થતા આપણે આ વિડીયોમાં જોઈ શકીએ છીએ.
Facebook પેજને ફોલો કરવા | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |