Vasundhara Dairy Recruitment:વસુધારા ડેરીમાં વિવિઘ પોસ્ટ પર ભરતી

 Vasundhara Dairy Recruitment:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે વસુધારા ડેરીમાં વિવિઘ પોસ્ટ પે ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો.

Vasundhara Dairy Recruitment

પોસ્ટનુ નામ અલગ અલગ
સંસ્થાનું નામ વસુધારા ડેરી
નોકરીનું સ્થળ ગુજરાત
અરજી કરવાનું માધ્યમ ઓફલાઈન
નોટીફિકેશનની તારીખ 17 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 17 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 26 ઓગસ્ટ 2023
ઓફિશ્યલ વેબસાઇટ લીંક Click here

પોસ્ટનુ નામ

વસુધારા ડેરીમાં કઈ કઈ પોસ્ટ પર ભરતી કરવામાં આવી છે તે નીચે મુજબ છે

ડેપ્યુટી મેનેજર (પ્રોડક્શન) ડેપ્યુટી મેનેજર (એનિમલ ન્યુટ્રીશન
ટેક્નિશિયન લેબ આસિસ્ટન્ટ
સ્ટોરકીપર (એન્જીનીયરીંગ સ્ટોર) સુપરવાઈઝર
ચીફ એક્ષેકયુટીવ ઓફિસર ડેપ્યુટી મેનેજર (મેન્ટેનન્સ એન્ડ સર્વિસ)
શિફ્ટ ઓફિસર એનાલિસ્ટ
સ્ટોરકીપર (રો મટીરીયલ એન્ડ ફિનિશ્ડ પ્રોડક્ટ) આસિસ્ટન્ટ
કસ્ટમર રિલેશન ઓફિસર તથા અન્ય

ખાલી જગ્યા

વસુધારા ડેરીમાં કુલ કેટલી ખાલી જગ્યા પર ભરતી કરવામાં આવી છે તેની માહિતી જાહેરાતમાં આપવામાં આવી નથી

લાયકાત

વસુધારા ડેરીની આ ભરતીમાં અરજી કરવા માટે તમામાં પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત તથા અન્ય લાયકાત અલગ અલગ માંગવામાં આવી છે જે તમે નીચે આપેલ જાહેરાત લિંકની મદદથી જોઈ શકો છો

પસંદગી પ્રક્રિયા

વસુધારા ડેરીની આ ભરતીમાં ઓફલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારોની પસંદગી નિયત તરીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.ઉમેદવારોની પસંદગી કરવા માટે અનુભવને પણ પ્રાધાન્ય આપવામાં આવશે.

પગારધોરણ

આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકાવવામાં આવશે તેની માહિતી જાહેરાતમાં આપવામાં આવી નથી. મિત્રો, વસુધારા ડેરી એ એક ખુબજ જૂની અને પ્રતિષ્ઠિત સંસ્થા છે જેમાં તમને અન્ય સંસ્થાઓની સરખામણીમાં સારો પગાર મળી શકે છે. પગાર સંબંધિત માહિતી તમને ઇન્ટરવ્યૂ સમયે આપવામાં આવી શકે છે.

અરજી ફી

વસુધારા ડેરીની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોની અરજી ફી નિઃશુલ્ક છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવાવની રહેતી નથી

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ નીચે મુજબ છે

  • આધારકાર્ડ/ચુંટણી કાર્ડ/ડ્રાઇવિંગ લાઈસન્સ
  • અભ્યાસની માર્કશીટ
  • ડીગ્રી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • અનુભવનું સર્ટિફિકેટ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • તથા અન્ય

મહત્વની તારીખ

  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:-17 ઓગસ્ટ 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:-26 ઓગસ્ટ 2023

અરજી કઈ રીતે કરવી?

  • સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં તમારે અરજી ઓફલાઈન માધ્યમ પોસ્ટ અથવા કુરિયરથી કરવાની રહેશે.
  • કવરની ઉપર તમે કઈ પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે તથા તેનો જોબ કોડ લખવાનો રહેશે.
  • અરજી અંગ્રેજી ભાષામાં જ કરવાની રહેશે.
  • અરજી કરવાનું સરનામું – વલસાડ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ, વસુધારા ડેરી, આલીપુર – 396409, નેશનલ હાઈવે નંબર-48, તાલુકો-ચીખલી, જિલ્લો-નવસારી છે.

મહત્વની લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે અહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા માટે અહીં ક્લિક કરો

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *