ટ્વિટરના નવા સીઈઓ એલન મસ્કે હવે ટ્વિટર પર ટ્વીટ વાંચવાની મર્યાદા નક્કી કરી છે. તેમણે પોતે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. મસ્ક અનુસાર હવે ટ્વિટરના નોન-વેરિફાઈડ યુઝર્સ એક દિવસમાં માત્ર 1,000 ટ્વીટ વાંચી શકશે. વેરિફાઈડ એકાઉન્ટ્સમાં 10,000 ટ્વીટ્સ વાંચવાની સુવિધા હશે. દ્વારા સંચાલિત PlayUnmute Fullscreen મર્યાદા લાદવાની સાથે મસ્કે એક ફની ટ્વિટ પણ શેર કરી છે. પોતાના નામનું પેરોડી એકાઉન્ટ શેર કરીને તેણે કહ્યું છે કે, લોકોને ટ્વીટ વાંચવાની આદત પડી ગઈ છે, તેમને બહાર જવાની જરૂર છે. તેથી તે વિશ્વ માટે સારું કાર્ય કરી રહ્યા છે.
માઇક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરના માલિક Elon Musk દ્વારા એક મોટી જાહેરાત કરાઇ છે. મસ્કે 1 જુલાઈએ એક દિવસમાં યુઝર્સ દ્વારા વાંચી શકાય તેવી ટ્વીટ્સની સંખ્યા અંગે મોટી જાહેરાત કરી હતી. મસ્કે ટ્વિટ કર્યું કે, ડેટા સ્ક્રેપિંગ અને સિસ્ટમ મેનીપ્યુલેશનનો સામનો કરવા માટે અમે આ અસ્થાયી મર્યાદાઓ લાગુ કરી છે. જેમાં 3 ટ્વિટ કરી આ અંગે માહિતી આપી અને છેલ્લે વેરીફાઇડ એકાઉન્ટ્સ (વપરાશકર્તાઓ) એક દિવસમાં 10, 000 પોસ્ટ્સ (વાંચવા માટે) સુધી મર્યાદિત છે. અનવેરિફાઈડ એકાઉન્ટ્સ 1, 000 પોસ્ટ્સ વાંચી શકશે અને નવા અનવેરિફાઈડ એકાઉન્ટ્સ દરરોજ 500 પોસ્ટ્સ વાંચી શકશે તેવું જણાવ્યું હતું.
નવી નીતિ અનુસાર જે એકાઉન્ટ્સ ટ્વિટર બ્લુ એટલે કે ટ્વિટર પર બ્લુ ટિક વેરિફાઈડ એકાઉન્ટને સબસ્ક્રાઈબ કરે છે તેઓ દરરોજ 10000 પોસ્ટ વાંચી શકશે. આ સિવાય અનવેરિફાઈડ એકાઉન્ટ્સ એક દિવસમાં માત્ર 1000 પોસ્ટ જ વાંચી શકશે. આ ઉપરાંત જે નવા ટ્વિટર એકાઉન્ટ્સ વેરિફાઈડ નથી તેઓ એક દિવસમાં માત્ર 500 ટ્વીટ જોઈ શકશે.
એલોન મસ્કે શનિવારે રાત્રે ટ્વિટર પર પ્રથમ મર્યાદાની જાહેરાત કરી હતી. પહેલા ટ્વીટમાં તેણે કહ્યું હતું કે, વેરિફાઈડ એકાઉન્ટ હવે માત્ર 6000 ટ્વીટ વાંચી શકશે. આ સિવાય અનવેરિફાઈડ એકાઉન્ટ્સ એક દિવસમાં માત્ર 600 પોસ્ટ જ વાંચી શકશે. ઉપરાંત, જે નવા ટ્વિટર એકાઉન્ટ્સ વેરિફાઈડ નથી તેઓ એક દિવસમાં માત્ર 300 ટ્વીટ જોઈ શકશે. જોકે, થોડા સમય બાદ મસ્કે પોતાનો નિર્ણય બદલ્યો અને એક નવું ટ્વિટ કર્યું. આ ટ્વિટમાં તેણે કહ્યું કે હવે વેરિફાઈડ એકાઉન્ટ 8000 ટ્વીટ વાંચી શકશે. વણચકાસાયેલ એકાઉન્ટ્સ 800 ટ્વીટ્સ વાંચી શકશે અને નોન વેરિફાઈડ નવા ટ્વિટર એકાઉન્ટ્સ એક દિવસમાં 400 ટ્વીટ્સ વાંચી શકશે.
એલન મસ્કે તેના છેલ્લા ટ્વિટમાં કહ્યું કે, આ મર્યાદાને વધુ વધારી દીધી છે. હવે અનવેરિફાઈડ એકાઉન્ટની મર્યાદા વધારીને એક હજાર કરી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, શનિવાર સાંજથી ઘણા યુઝર્સે ફરિયાદ કરી હતી કે તેઓ નવી ટ્વીટ નથી જોઈ રહ્યા. લોકોને લાગ્યું કે, ટ્વિટરની સેવાઓમાં કોઈ સમસ્યા છે. જોકે હવે તે સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ ગયું છે.
શનિવારની શરૂઆતમાં વિશ્વભરના ઘણા વપરાશકર્તાઓએ ટ્વિટ કરવા અથવા અનુસરવા જેવી પ્રવૃત્તિઓમાં સમસ્યાઓ વિશે ફરિયાદ કરી હતી. ઘણા યુઝર્સે કહ્યું કે, તેઓ રેટ લિમિટ ઓળંગવા અંગે ચેતવણીઓ જોઈ રહ્યા છે. આનો અર્થ એ છે કે તેઓએ ચોક્કસ સમયગાળામાં તેઓ અનુસરી શકે તેવા ટ્વીટ્સ અથવા નવા એકાઉન્ટ્સની સંખ્યા પર સાઇટની મર્યાદાને વટાવી દીધી છે.
શુક્રવારે (30 જૂન) વપરાશકર્તાઓ માટે એક અસ્થાયી કટોકટી માપ પણ જાહેર કરવામાં આવ્યો હતો. યુઝર્સને કહેવામાં આવ્યું હતું કે, ટ્વીટ જોવા માટે તેમણે પહેલા ટ્વિટર પર લોગિન કરવું પડશે. તમને જણાવી દઈએ કે, બ્લુ ટિક તરીકે ઓળખાતો વેરિફિકેશન બેજ પહેલા ફ્રીમાં આપવામાં આવતો હતો પરંતુ એલન મસ્ક ટ્વિટરના માલિક બન્યા બાદ તેના માટે ફી નક્કી કરવામાં આવી હતી. મસ્કે ઘણા પ્રયત્નો પછી ગયા વર્ષે કંપનીને યુએસ $ 44 બિલિયનમાં ખરીદી હતી.