‘ધ લેજેન્ડ ઓફ હનુમાન’નું ટીઝર જોઈ ફેન્સ થયા ખુશ, કહ્યું- ‘આદિપુરૂષ’ વાળા કંઈક શીખો

આદિપુરૂષને રિલીઝ થયે લગભગ પંદર દિવસ થઈ ચુક્યા છે. ફિલ્મના ગ્રાફિક્સ, ડાયલોગ અને કેરેક્ટરાઈઝેશનની ખૂબ જ આલોચના કરવામાં આવી રહી છે. પ્રભાસ, કૃતિ સેનન અને સેફ અલી ખાનની આદિપુરૂષ નિર્માતાઓની આશા પ્રમાણે પ્રદર્શન ન કરી શકી.

The Legend Of Hanuman: ડિઝ્ની પ્લસ હોટસ્ટારે પોતાની એનિમેટેડ વેબ સીરિઝ ‘ધ લેજેન્ટ ઓફ હનુમાન’ની ત્રીજી સીઝનની ઝલક શેર કરી દીધી છે. પરંતુ ફેન્સ આદિપુરૂષના નિર્માતાઓને નિશાના પર લઈ રહ્યા છે.

પરંતુ હવે ડિઝ્ની પ્લસ હોટસ્ટારે ‘ધ લેજેન્ટ ઓફ હનુમાન’ની ત્રીજી સીઝનની જાહેરાત કરી છે. તેનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે જેને જોઈને ફેન્સ ખૂબ વખાણ કરી રહ્યા છે અને આદિપુરૂષના નિર્માતાઓને તેના પાસેથી શીખવાની પણ સલાહ આપી રહ્યા છે.

ડિઝ્ની પ્લસ હોટસ્ટારે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ‘ધ લેજેન્ટ ઓફ હનુમાન’નું ટીઝર રિલીઝ કર્યું છે અને લખ્યું, “જેની જોવાઈ રહી હતી આતુરતાથી રાહ, આવી રહ્યા છે મહાબલી હનુમાન. જુઓ મહાબલી હનુમાનજીની સ્ટોરીનું નેક્સ્ટ ચરણ. જલ્દી જ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર આવી રહ્યું છે ‘ધ લેજેન્ટ ઓફ હનુમાન’નું સીઝન 3.”

આ રીતે ‘ધ લેજેન્ટ ઓફ હનુમાન’ના સીઝન ત્રણના ટીઝર પર ફેન્સ ખૂબ કમેન્ટ પણ કરી રહ્યા છે. એક કમેન્ટ આવી છે કે આદિપુરૂષ વાળા શીખો. એક શખ્સે લખ્યું છે કે અમને આ જોઈએ ન કે ઓમ રાઉતની આદિપુરૂષ. ત્યાં જ એક કમેન્ટ આવી છે કે આદિપુરૂષ કરતા ખૂબ વધારે સારૂ. આ રીતે ટીઝરના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *