Videp: ચંદ્રની સપાટીની નજીક પહોંચ્યું ‘ચંદ્રયાન-3’ મોકલી તસવીર અને વિડિયો,હવે કેટલું અંતર બાકી?

ચંદ્રયાન-3ને ચંદ્રની ભ્રમણકક્ષામાં દાખલ કર્યાના એક દિવસ બાદ તેને તેની નજીક પહોંચાડવાની કવાયત સફળતાપૂર્વક પૂર્ણ થઈ.

ઈન્ડીયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઈસરો) એ રવિવારે કહ્યું કે ચંદ્રયાન-3ને ચંદ્રની ભ્રમણકક્ષામાં દાખલ કર્યોનાં એક દિવસ બાદ તેને તેની નજીક પહોચાડવાની કયાવત સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે.ઈસરોએ કહ્યું કે,તે આ પ્રકારની આગામી કાયાવત 9 ઓગસ્ટે કરશે.ઈસરોએ રવિવારે એક ટ્વીટમાં કહ્યું,’અવકાશયાન ચંદ્રની નજીક જવા માટે પ્રસ્તાવિત પ્રક્રિયા પૂર્ણ કરી છે.એન્જીનોના રેટ્રોફાયરિંગ’એ તેને ચંદ્રની સપાટીની નજીક પહોંચાડ્યું છે, એટલે કે હવે 170 કિમી બાય 4,313 કિમી.

ઇસરોએ કહ્યું, ચંદ્રયાનને ચંદ્રની વધુ નજીક પહોંચાડવાની આગામી કવાયત 9 ઓગસ્ટ, 2023ના રોજ ભારતીય સમયાનુસાર બપોરે 1:00 અને 2:00 કલાક વચ્ચે હાથ ધરવામાં આવશે. વધુ ત્રણ પ્રક્રિયા 17 ઓગસ્ટ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. ત્યાર બાદ લેન્ડિંગ મોડ્યુલ ‘પ્રોપલ્શન મોડ્યુલ’થી અલગ થશે. આ પછી લેન્ડર પર ‘ડી-ઓર્બિટિંગ’ કવાયત કરવામાં આવશે. આ પછી ચંદ્રની સપાટી પર ઉતરતા પહેલા લેન્ડર પર ‘ડી-ઓર્બિટિંગ’ કવાયત હાથ ધરવામાં આવશે. ઇસરો અનુસાર, તે 23 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર ‘સોફ્ટ લેન્ડિંગ’ કરવાનો પ્રયાસ કરશે.

જણાવી દઈએ કે, 22 દિવસની સફર બાદ ચંદ્રયાન શનિવારે સાંજે લગભગ 7.15 વાગ્યે ચંદ્રની કક્ષામાં પ્રવેશ્યું હતું. ઈસરોએ 6 ઓગસ્ટ, રવિવારે રાત્રે લગભગ 11 વાગ્યે ચંદ્રયાન-3ની ભ્રમણકક્ષા ઘટાડી હતી. એટલે કે, હવે ચંદ્ર 170 કિમી x 4313 કિમીની ભ્રમણકક્ષામાં છે. એટલે કે, ચંદ્રયાન એવી ભ્રમણકક્ષામાં આગળ વધી રહ્યું છે, જેમાં ચંદ્રથી તેનું લઘુત્તમ અંતર 170 કિલોમીટર અને મહત્તમ અંતર 4313 કિલોમીટર છે. ભ્રમણકક્ષા બદલવા માટે ચંદ્રયાનના એન્જિનને થોડા સમય માટે ફાયર કરવામાં આવ્યા હતા. ઈસરોએ જણાવ્યું કે હવે ભ્રમણકક્ષા ઘટાડવાનું આગામી ઓપરેશન 9 ઓગસ્ટ 2023ના રોજ 13:00થી 14:00 દરમિયાન કરવામાં આવશે.

Leave a Comment