લેપટોપ સહાય યોજના: Laptop Sahay Yojana 2023

Laptop Sahay Yojana 2023: શું તમે લેપટોપ સહાય યોજનાનો લાભ લેવા માગો છો તો તમને આ પોસ્ટ દ્વારા લેપટોપ સહાય યોજનાની જાણકારી જણાવવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા જુદા-જુદા વિભાગો દ્વારા અલગ અલગ કલ્યાણકારી યોજનાઓ ચલવવામાં આવે છે. જેમાં ખેડુંતો માટેની યોજનાઓ, મહિલાઓ માટેની યોજનાઓ, વિદ્યાર્થીઓ માટેની યોજનાઓ તથા બેરોજગાર નાગરિકોને સ્વરોજગારી મળી રહે તે માટે રોજગાલક્ષી યોજનાઓ ચલાવવામાં આવે છે.

અગાઉના આર્ટીકલમાં આપણે મફત પ્લોટ યોજનાગુજરાતનું BPL લિસ્ટમાનવ કલ્યાણ યોજના 2023વૃદ્ધ પેન્શન યોજનાતાર ફેનસિંગ વાડ યોજનાસુકન્યા સમૃદ્ધિ યોજનાબાલ સખા યોજનાટ્રેક્ટર સહાય યોજનામફત સિલાઈ મશીન યોજનાતબેલા લોન સહાય યોજનાપ્રધાનમંત્રી વાણી યોજનાબેંક ઓફ બરોડા ઈ-મુદ્રા લોન યોજનાસ્ટેશનરી દુકાન ખોલવા માટે લોન ની સહાયPradhan Mantri Jandhan Yojana 2023: પ્રધાનમંત્રી જનધન યોજનાગુજરાત ગો ગ્રીન યોજનાની વિગતવાર માહિતી મેળવી. આજના આ આર્ટીકલમાં આપણે લેપટોપ સહાય યોજનાની સંપૂર્ણ માહિતી મેળવીશું.

લેપટોપ સહાય યોજના: આ આર્ટિકલ દ્રારા આદિજાતિ નિગમ,ગાધીનગર દ્વારા બેરોજગાર નાગરિકો માટે ચલાવવામાં આવતી લેપટોપ સહાય યોજના અથવા કોમ્યુટરનાં મશીન ખરીદવા માટેની યોજના વિશે વાત કરીશું. મીત્રો આ કોમ્પ્યુટર લોન યોજના કોને મળવાપાત્ર છે ? તેના માટે શું શું પાત્રતા છે તથા તેનો લાભ કેવી રીતે મળે છે તે આ પોસ્ટ દ્વારા માહીતી મેળવીશું

Laptop Sahay Yojana 2023

યોજનાનું નામ લેપટોપ સહાય યોજના
લાભાર્થી ગુજરાતના અનુસુચિત જનજાતિના નાગરિકો
લોનની રકમ આ યોજના હેઠળ લેપટોપની ખરીદી માટે રૂપિયા 1,50,000/-
લોન પર વ્યાજદર માત્ર 4% વ્યાજદર લોન સહાય આપવામાં આવશે
યોજનાનો ઉદ્દેશ અનુસુચિત જનજાતિને અનુરૂપ નવો ધંધો કરવા માટે
આર્ટિકલની ભાષા English અને ગુજરાતી
Official Website https://adijatinigam.gujarat.gov.in/

લેપટોપ સહાય યોજના વિશે ટૂંકમાં માહીતી

Gujarat Tribal Development Corporation દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. આ યોજનાઓનો લાભ આદિજાતિના ઈસમોને આપવામાં આવે છે. આદિજાતિ વર્ગના નાગરિકો સ્વરોજગારી મેળવે તે માટે Adijati Nigam Gujarat Portal મારફતે વિવિધ લોન યોજનાઓનો લાભ પણ આપવામાં આવે છે.

લેપટોપ અથવા કોમ્પ્યુટરના મશીનનો ખરીદવા માટે લોન આપવામાં આવે છે. જેની ખરીદી કરીને નવો ધંધો અથવા વ્યવસાય ચાલુ કરી શકે. Laptop Sahay Yojana માં લોન આપીને તેમને આર્થિક મદદરૂપ થઈ શકે.

Objective of Laptop Sahay Yojna 2023

ગુજરાત અનુસૂચિત જન જાતિના લોકોની આર્થિક સ્થિતિ તેમજ ખૂબ નબળી હોવાથી નવો વ્યવસાય કે ધંધો ચાલુ કરવામાં મુશ્કેલીઓ અનુભવે છે. આ મુશ્કેલીઓ દૂર કરવા માટે Adijati Vikas Vibhag Gujarat કાર્યરત છે

આ લોન NSTFDC ના સહયોગમાં રહીને આપવામાં આવે છે. જેથી નવો ધંધો ચાલુ કરવા માટે લોન આપીને તેમની આર્થિક સમસ્યા દૂર કરવામાં આવે છે. અને તેઓ આત્મનિર્ભર બની શકે છે.

ST Caste ના નાગરિકોને બેંક કે અન્ય સંસ્થાઓ પાસેથી ઊંચા વ્યાજદરે લોન ન લેવી પડે, એટલા માટે આદિજાતિ નિગમ દ્વારા કોમ્પ્યુટરના મશીન ખરીદવા માટે લોન આપવામાં આવે છે

લેપટોપ સહાય યોજના હેઠળ મળવાપાત્ર ધિરાણ

Adijati Vikash Vibhag દ્વારા એસ.ટી જ્ઞાતિના લોકોને વિવિઘ યોજનાઓનો લાભ આપવામાં આવે છે.કોમ્પ્યુટર તથા લેપટોપ અને તેના વિવિઘ મશીનો ખરીદવા માટે કુલ રૂપિયા 1,50,000/- સુધી લોન આપવામાં આવે છે. જેમાં લાભાર્થીએ કુલ ધિરાણનાં 10% લેખે લાભાર્થીએ ફાળો આપવાનો હોય છે.

લેપટોપ સહાય યોજના માટેની પાત્રતા

 • લાભાર્થી મૂળ ગુજરાતનો નાગરિક હોવો જોઈએ.
 • લાભાર્થી અનુસુચિત જન જાતિ વર્ગનો હોવો જોઈએ
 • લાભાર્થીની ઉંમર 18 વર્ષથી વધુ અને 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
 • અરજદારની કુટુંબની વાર્ષિક આવક 120000/- તથા શહેરી વિસ્તાર માટે રૂપિયા 150000/- થી વધુ ન હોવી જોઈએ.
 • આ યોજનાનો લાભ માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે.
 • લાભાર્થી પાસે કોમ્પ્યુટરની તાલીમ અંગેનું પ્રમાણપત્ર
 • કોમ્પ્યુટર વેચાણના સ્ટોરમાં અથવા કંપનીમાં / શોપીંગ મોલ / દુકાનમાં કામ કર્યાનો અનુભવનું પ્રમાણપત્ર

લેપટોપ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ

 • ગુજરાતના અનુસુચિત જન જાતિ અંગેનું પ્રમાણપત્ર
 • રેશન કાર્ડની નકલ
 • બેંક ખાતાની પાસબુક
 • કોમ્પ્યુટરની તાલીમ અંગેનું પ્રમાણપત્ર
 • કોમ્પ્યુટર વેચાણના સ્ટોરમાં અથવા દુકાનમાં કામ કર્યાનો અનુભવનું પ્રમાણપત્ર
 • આધાર કાર્ડની નકલ
 • અરજદારે રજૂ કરેલ મિલકતનો પુરાવો (જેમાં જમીનના 7/12 તથા 8-અ અથવા મકાનના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ જે તાજેતરનો તથા બોજા વગરનો
 • જામીનદાર-1 ના 7/12 તથા 8-અ અથવા મકાન ના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ
 • જામીનદાર-2 ના 7/12 તથા 8-અ અથવા મકાન ના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ
 • ધંધાનાં સ્થળ તરીકે દુકાન પોતાની/ભાડાની હોય તો તેની વિગતો જો ભાડાની દુકાન હોય તો ભાડા કરાર
 • જામીનદાર-1 નો રજુ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ
 • જામીનદાર-2 નો રજુ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ
 • જામીનદારોએ રૂપિયા 20/- ના સ્ટેમ્પ પેપર પર એફીડેવીટ કરેલ સોંગંદનામું રજૂ કરવાનું રહેશે
 • રજુ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ

Interest Rate on Loan for Laptop Sahay Yojana

ગુજરાત આદિજાતિ નિગમ દ્વારા Scheduled Tribe ને લેપટોપ સહાય આપવામાં આવે છે.જેના પર વાર્ષિક 4% નાં વ્યાજદર સાથે લોન મળશે.

 • અરજદાર દ્વારા મેળવેલ લોનની પરત ચુકવણી 20 ત્રિમાસિક હપ્તામાં વ્યાજ સાથે ભરવાના રહેશે
 • અરજદાર દ્વારા મેળવેલ લોન પરત કરવામાં વિલબિત થશે તો વધારાના 2% દડનીય વ્યાજ સાથે ચૂકવવાનું રહશે

Laptop Sahay Yojana Gujarat 2022 Apply Online Block 

 • પ્રથમ Google Search જઈને “Adijati Vikas Nigam Gujarat” ટાઈપ કરવાનું રહેશે.
 • જેમાં Tribal Development Corporation,Gujarat ની ઓફિશિયલ વેબસાઈટ ખુલશે.
 • જ્યાં તમને Home Page પર “Apply for Loan” નામનું બટન હશે તેના પર Click કરવાનું રહેશે.
 • હવે તે બટન પર ક્લિક કર્યા બાદ “Gujarat Tribal Development Corporation” નામનું નવું Page ખૂલશે.
 • જો તમારા દ્વારા પ્રથમ વખત જ “Loan Apply” કરતા હશો તો “Register Here” પર ક્લિક કરીને તમારી વ્યક્તિગત આઈ.ડી બનાવવાનું રહેશે.
 • તમારા દ્બારા Personal Login બનાવ્યા બાદ “Login here” માં પોતાના Login ID અને Password નાખી Login In કરવાનું રહેશે.
 • લાભાર્થી દ્વારા પોતાનું વ્યક્તિગત પેજ લોગીન કર્યા બાદ “My Applications” માં “Apply Now” કરવાનું રહેશે.
 • Apply Now પર ક્લિક કર્યા બાદ વિવિધ યોજનાઓ ઓનલાઈન બતાવશે. જેમાં “Self Employment” બટન પર ક્લિક કરો.
 • હવે તમારા દ્વારા “સેલ્ફ એમ્પોલયમેન્‍ટ” પર ક્લિક કર્યા પછી શરતોને ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે. જેને ધ્યાનપૂર્વક વાંચીને “Apply Now” ક્લિક કરવાનું રહેશે.
 • લાભાર્થીએ પોતાની Application Information ઓનલાઈન ભરતી વખતે અરજીની વિગતો, અરજદારની મિલકતની વિગતો, લોનની વિગતો, જામીનદારની વિગતો વગેરે નાખવાની રહેશે.
 • જેમાં યોજનાની પસંદગીમાં “કોમ્પ્યુટર મશીન” પસંદ કરીને તેની આગળની કોલમમાં લોનની રકમ ભરવાની રહેશે.
 • તમે નક્કી કરેલા જામીનદારની મિલકતની વિગત, બેંક એકાઉન્‍ટની વિગત, અન્ય માંગ્યા મુજબના ડોક્યુમેંટ અપલોડ કરવાના રહેશે.
 • તમામ વિગતો ઓનલાઈન ભર્યા બાદ ફરીથી એકવાર ચકાસણી કરીને એપ્લિકેશન સેવ કરવાની રહેશે.
 • સેવ કરેલી એપ્લિકેશનનો નંબર જનરેટ થશે. જેની પ્રિન્‍ટ લઈને સાચવી રાખવાની રહેશે.

મહત્વપૂર્ણ લિંક

ઓનલાઇન અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ અહીં ક્લિક કરો

FAQs: આ ભરતીને લગતા પ્રશ્નો અને જવાબો

આ યોજનાનું નામ શું છે?

આ યોજનાનું નામ લેપટોપ સહાય યોજના છે.

લેપટોપ સહાય યોજના દ્વારા કેટલી લોન રકમ આપવામાં આવે છે?

લેપટોપ સહાય યોજના માટે 1,50,000 લાખ રૂપિયાની સહાય પેટે લોન આપવામાં આવે છે

આ યોજનામાં અરજી કરવા માટે વેબસાઈટ કઈ છે

આ યોજના માટે અરજી કરવા માટે વેબસાઇટ https://adijatinigam.gujarat.gov.in/ છે.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *