WhatsApp ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો
Telegram ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Google News પર Follow કરવા અહી ક્લિક કરો
VMC Recruitment 2023:વડોદરા મહાનગરપાલિકામાં ભરતી

VMC Recruitment 2023:વડોદરા મહાનગરપાલિકામાં ભરતી

VMC Recruitment 2023:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે વડોદરા મહાનગરપાલિકામાં ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તમને આ પોસ્ટ શેર કરજો.

આ પોસ્ટમાં અમે તમને જણાવીશું કે,આ ભરતીમાં ક્યાં પદ પર ભરતી કરવામાં આવી છે કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે અને આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી લાયકાત શું છે.અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ ક્યાં છે અરજી કેવી રીતે કરવાની તેના વિશે સંપૂર્ણ અને સાચી માહિતી આપવામાં આવશે એટલે અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરવાનું ભૂલતા નહિ.

Table of Contents

VMC Recruitment 2023| Vadodara Municipal Corporation Recruitment 2023

પોસ્ટનુ નામ વિવિધ
સંસ્થાનું નામ વડોદરા મહાનગરપાલિકા
નોકરીનું સ્થળ વડોદરા,ગુજરાત
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
નોટીફિકેશનની તારીખ 09 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 09 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 28 ઓગસ્ટ 2023
ઓફીશ્યલ વેબસાઈટ લીંક https://vmc.gov.in/

પોસ્ટનુ નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ વડોદરા મ્યુનિસિપાલિકા કોર્પોરેશન દ્વારા ગાયનેકોલોજિસ્ટ, પીડિયાટ્રિશિયન, મેડિકલ ઓફિસર, એક્સ-રે ટેક્નિશિયન, લેબ ટેક્નિશયન, ફાર્માસીસ્ટ તથા સ્ટાફ નર્સની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

કુલ ખાલી જગ્યા

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ VMCની આ ભરતીમાં ગાયનેકોલોજિસ્ટની 05, પીડિયાટ્રિશિયનની 05, મેડિકલ ઓફિસરની 10, એક્સ-રે ટેક્નિશિયનની 02, લેબ ટેક્નિશયનની 24, ફાર્માસીસ્ટની 20 તથા સ્ટાફ નર્સની 35 જગ્યા આમ કુલ 101 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

પગારધોરણ

VMC ની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી. ઉમેદવારની પસંદગી થયા બાદ તેમને પ્રથમ પાંચ વર્ષ સુધી ફિક્સ પગારધોરણ ચુકવવામાં આવશે ત્યારબાદ સંતોષકારક કામગીરી જણાતાં તેમને લઘુત્તમ પગારધોરણ મળવાપાત્ર રહેશે. પગાર સંબંધિત માહિતી ટૂંક સમયમાં આપવામાં આવશે.

લાયકાત

મિત્રો,તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં અરજીની સંખ્યાના આધારે ઉમેદવારની પસંદગી પ્રક્રિયા નક્કી કરવામાં આવશે. સંસ્થા દ્વારા જગ્યા ને અનુરૂપ એલિમિનેશન ટેસ્ટ / સ્પર્ધાત્મક પરીક્ષા / ઇન્ટરવ્યૂ નો નિર્ણય લેવામાં આવશે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
  • અભ્યાસની માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું પ્રમાણપત્ર (જો હોય તો)
  • તથા અન્ય જરૂરી દસ્તાવેજો

મહત્વની તારીખ

આ ભરતી ની નોટિફિકેશન વડોદરા મહાનગપાલિકા દ્વારા ઘ્વારા 09 ઓગસ્ટ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી.

  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:09 ઓગસ્ટ 2023 (બપોરે 1:00 વાગ્યાથી)
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:28 ઓગસ્ટ 2023 (રાત્રે 12:00 વાગ્યા સુધી)

અરજી કેવી રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે વડોદરા મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ https://vmc.gov.in/ પર જઈ તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ફી ની ચુકવણી કરો.
  • હવે ફોર્મ ને ફાઇનલ સબમિટ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવ માટે અહીં ક્લિક કરો
WhatsApp ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો
Telegram ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Google News પર Follow કરવા અહી ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top