કેટલાક લોકો 100ની જગ્યાએ 110 રૂપિયાનું પેટ્રોલ ભરાવે છે, શું સાચે તેનાથી વધારે પેટ્રોલ આવે છે?

કેટલાક લોકોનું માનવું હોય છે કે જો 100 રૂપિયાની જગ્યાએ 110 રૂપિયાનું પેટ્રોલ ભરાવો તો પેટ્રોલ વધારે આવે છે અને પેટ્રોલ પંપવાળા છેતરપિંડી કરી શકતા નથી.

સૌથી પહેલા તમને જણાવીએ કે લોકો આમ કેમ કરે છે. પેટ્રોલ પંપ પર 100,200,500,1000 જેવા એમાઉન્ટની એન્ટ્રી માટે વન બટન સિસ્ટમ હોય છે. જે અમાઉન્ટમાં વધુ પેટ્રોલ વેચાય છે, તેના કોડ સેટ રાખવામાં આવે છે.

જેને કારણે જો કોઇ વ્યક્તિ 200 રૂપિયાનું પેટ્રોલ ભરાવે છે તો માત્ર એક કોડનું એક જ બટન દબાવવાનું હોય છે અને 200 લખવા પડતા નથી. એવામાં 4 બટનની જગ્યાએ એક જ બટન દબાવવુ પડે છે અને એવામાં લોકો પોતાનું અલગ એમાઉન્ટ જણાવે છે.

આ કારણે લોકો જ્યારે 100 રૂપિયાનું પેટ્રોલ ભરાવે છે તો 105 કે 110 રૂપિયાનું પેટ્રોલ જ ભરાવે છે અથવા પછી 200 રૂપિયાનું પેટ્રોલ જોઇએ તો 194,199 અને 205 રૂપિયામાં પેટ્રોલ ભરાવે છે જેથી પેટ્રોલ પંપ કર્મચારીએ મેન્યુઅલી એમાઉન્ટ ભરવુ પડે જેને કારણે તે છેતરપિંડી ના કરી શકે.

શું તેનાથી ફાયદો થાય છે? લોકો ભલે આ ટ્રિકથી પેટ્રોલ ભરાવીને ખુશ થતા હોય પરંતુ તેનું કોઇ પુરાવો નથી કે તેનાથી સાચે જ ફાયદો થયો હોય અને શોર્ટ કટ બટનથી પેટ્રોલ ભરાવવા પર ઓછું પેટ્રોલ આવતું હોય.

જો તમને પેટ્રોલ પંપ પર શક છે તો તેનું સત્ય તમે સરકારી રીતે માન્યતા પ્રાપ્ત લીટર મેજરમેન્ટ મગ દ્વારા પેટ્રોલ પંપની તપાસ કરાવી શકો છો, જેના દ્વારા તમને ખબર પડશે કે પેટ્રોલ પંપે જેટલુ પેટ્રોલ માંગ્યુ છે એટલુ જ આપ્યું છે કે તેનાથી ઓછું આપ્યું છે.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *