છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે. ઘણા સમયથી રાજ્યમાં ક્યાંય પણ નોંધપાત્ર વરાદ પડ્યો નથી. જોકે, હવે બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સર્જાતા રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા ઊભી થઈ છે. ત્યારે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદ થવાની હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી આગાહી કરી છે. તેમણે કહ્યું કે, બંગાળની ખાડીમાં બનેલું લોપ્રેસર મધ્યપ્રદેશ સુધી પહોંચ્યું છે. જેના કારણે ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા છે.
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે, બંગાળની ખાડીમાં બનેલું લોપ્રેશર મધ્યપ્રદેશ સુધી પહોંચ્યું છે. આ લોપ્રેશર ઉતર તરફ ગતિ કરતા ગુજરાત ઉપર સીયર ઝોન સર્જાયો છે. 20, 21, 22 ઓગસ્ટે રાજ્યમાં ઠેર-ઠેર વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. સાથે જ સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે.
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વરસાદની આગાહી કરતા કહ્યું કે, 20, 21, 22 ઓગસ્ટના રોજ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. આ દરમિયાન ગાંધીનગર, ખેડા અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે.
તેઓએ જણાવ્યું છે કે, મધ્ય ગુજરાતમાં પણ સારા વરસાદની શક્યતા છે. છોટુ ઉદેપુર, નર્મદા, દાહોદ, પંચમહાલ, વડોદરા, મહીસાગર, ગાંધીનગર, ખેડા અને અમદાવાદમાં સારા વરસાદની શક્યતા છે. 23 તારીખથી રાજ્યમાં મોનસૂન બ્રેક આવશે. એ પછી રાજ્યમાં વરસાદની શક્યતાઓ ઓછી છે.
આપને જણાવી દઈએ કે, હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં બનેલા લો પ્રેશરના કરાણે રાજ્યમાં વરસાદ તવાની શક્યતા ઉદભવી છે. આ સિસ્ટમનું વહન મોટા પાયે પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફ થવાની શક્યતાઓ જોવાઈ રહી છે. આ સિસ્ટમ આગળ વધતા નબળી પડી શકે છે, પરંતુ તેની અસરના કારણે ગુજરાતમાં વરસાદ થઈ શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેટલાક નિષ્ણાંતોએ પણ 21 ઓગસ્ટ સુધી રાજ્યના કેટલાક ભાગમાં વરસાદ પડવાની શક્યતા દર્શાવી છે. ઉત્તર ગુજરાતના મહેસાણા, ચાણસ્મા, વડનગર, હારીજ, કડી અને તેની આસપાસના વિસ્તારમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સાબરકાંઠાના હિંમતનગર, પ્રાંતિજ, બાયડ અને મોડાસા જ્યારે દહેગામ, ગાંધીનગર અને અમદાવાદમાં પણ વરસાદ થવાની વકી હવામાન નિષ્ણાંતોએ વ્યક્ત કરી છે. જ્યારે મધ્ય ગુજરાતના વડોદરા, બોડેલી, કરજણ સહિતના ભાગોમાં પણ વરસાદ પડવાની સંભાવાના છે.
વરસાદ વિશે માહિતી મેળવવા માટે | અહીં ક્લિક કરો |