બેશરમ આચાર્ય સસ્પેન્ડ,વિદ્યાર્થિનીઓને અભદ્ર વીડિયો બતાવવાના મામલામાં એક્શન

વડોદરાને સંસ્કારી નગરી તરીકે ઓળખવામાં આવે છે પરતું અવાર નવાર એવી ધટનાઓ પણ સામે આવે છે જેને કારણે વડોદરા નગરીને સંસ્કારી નગરી કેમ કહેવી અથવા તો સંસ્કારી નગરી કહેનારા પણ શરમમાં મૂકાઈ જાય તેવી સ્થિતિ ઊભી થઈ જાય છે વડોદરાનાં એક વિસ્તારમાં એક શાળામાં આચાર્ય દ્વારા વિદ્યાર્થીનીઓને અશ્લીલ વીડિયો બતાવવાનો આરોપ લાગ્યો હતો.સાથે જ આચાર્ય દારૂ પીધેલી હાલતમાં હોવાનો પણ આક્ષેપ લગાવાઈ રહ્યો છે.મામલો હવે પોલીસ મથક સુધી પહોંચ્યો છે.અને ભારે ઉહાપોહ મચ્યો છે.અહી સુધી કે લોકોમાં એટલો ગુસ્સો હતો કે લોકોએ આચાર્યને ઢીબી પણ નાખ્યા હતા.આ મામલામા આચાર્યને સસ્પેન્ડ કરી દીધાનાં અહેવાલ પણ સામે આવ્યા છે

પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલી શાળાની વિદ્યાર્થિનીઓને અભદ્ર વીડિયો બતાવવાનવા મામલામાં આચાર્ય મહેન્દ્ર જાદવને સસ્પેન્ડ કરી દેવાયો છે. એટલું જ નહીં તેની સામે પોક્સો કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા આપવામાં આવેલા રિપોર્ટને પગલે કાર્યવાહી કરવામાં આવી છે.

આ અંગે વિદ્યાર્થિનીઓનું કહેવું છે કે, અમે એકલા ઊભા હતા ત્યરે સાહેબ આવ્યા અને અમને બિભત્સ ફોટો બતાવ્યો. લોકોનો આક્ષેપ હતો કે આ શાળાનો આચાર્ય વિદ્યાર્થિનીઓને શૌચાલયમાં બોલાવીને મોબાઈલમાં અભદ્ર વીડિયો બતાવતો હતો. ગામના લોકોએ પોલીસ મથકે પહોંચીને પણ આ અંગે ફરિયાદ નોંધવા રજૂઆત કરી હતી અને હવે તેમાં ગંભીર કલમો સાથે ફરિયાદ નોંધવામાં આવી છે. શાળાના આચાર્ય સહિત શિક્ષકને પણ પોલીસ મથકે લઈ ગયા હતા જ્યાં ઘટના સંદર્ભે પોલીસે પ્રારંભિક તપાસ આરંભી હતી

વડોદરાના એક વિસ્તારમાં આવેલી શાળાના આચાર્ય દ્વારા અશોભનીય હરકતો કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ ઘટના 14મી ઓગસ્ટે સોમવારે બની હતી જેનો મામલો બીજા દિવસે 15મી ઓગસ્ટે મંગળવારે શાળામાં સ્વાતંત્રય પર્વનો કાર્યક્રમ હતો ત્યારે ગામના લોકોએ શિક્ષકોની સામે જ હોબાળો મચાવીને પોલીસને જાણ કરી હતી. લોકોએ શાળાની આસપાસથી દારુની કોથળીઓ શોધી કાઢી હતી અને અહીં દારુ પીવાતો હોવાની વાતનો આક્ષેપ કર્યો હતો.

હોમ પેજ પર જવા માટે અહીં ક્લિક કરો

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *