WhatsApp ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો
Telegram ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Google News પર Follow કરવા અહી ક્લિક કરો
ડુંગળી કાપતા કાપતા તમારી આંખોમાં બળતરા સાથે ટપકી પડે છે આસુંડા, આ ટિપ્સ છે કારગર

ડુંગળી કાપતા કાપતા તમારી આંખોમાં બળતરા સાથે ટપકી પડે છે આસુંડા, આ ટિપ્સ છે કારગર

રસોઈ બનાવતાં સમયે જ્યારે ડુંગળી કાપવાનું કામ આવે છે ત્યારે આપણાં આંખમાંથી આંસૂ સરવા લાગી જાય છે. કુકિંગ સમયે ડુંગળી કાપવાનું કામ અઘરું પડે છે કારણકે તે સમયે આપણી આંખોમાંથી પાણી નિકળવા માંડે છે. જો તમને પણ આ જ સમસ્યા હોય તો અમે તમને કેટલાક એવા હેક્સ જણાવશું જેની મદદથી તમારાં આંખો નહીં બળે અને આંસૂ પણ નહીં આવે.

ડુંગળી કાપતાં સમયે આંખમાંથી પાણી નિકળવાનું કારણ હોય છે તેમાં રહેલ ગેસ. જ્યારે આપણે ડુંગળીને કાપીએ છીએ ત્યારે તેમા રહેલ એક ખાસ પ્રકારનો ગેસ રિલીઝ થાય છે. આ ગેસને sy propanethial s oxide કહેવામાં આવે છે. તે નાકનાં રસ્તે આંખઓમાં આવેલ મેંબ્રેનને ઈરિટેટ કરે છે અને તેના લીધે આંસૂ આવે છે.

  1. ડુંગળીની છાલ કાઢ્યાં બાદ તેને વચ્ચેથી કાપી લો. ત્યારબાદ આ ટૂકડાને થોડીવાર પાણીમાં મૂકી દેવું. 15-20 મિનિટ સુધી પાણીમાં રાખ્યાં બાદ તમે તેને વાપરી શકો છો. જો તમે ઈચ્છો તો આ પાણીમાં તમે સફેદ વિનેગાર પણ ઊમેરી શકો છો.
  2. ડુંગળી કાપતાં સમયે તમે ગોગલ્સનો ઉપયોગ કરી શકો છો. આ એક ખાસ પ્રકારનાં ચશ્મા હોય છે જેના લીધે હવા આંખો સુધી પહોંચતી નથી. તેની મદદથી ડુંગળીમાં રહેલ ગેસ આંખો સુધી પહોંચશે નહીં.
  3. હંમેશા ડુંગળી ધારદાર ચપ્પુથી જ કાપવી. જો તમે ધારદાર ચપ્પુથી ડુંગળી કાપો છો તો તેના એક ચોક્કસ પ્રકારનાં લેયર્સ થાય છે જેના લીધે તેમાંથી ઓછું ઈંઝાઈમ નિકળે છે. ડુંગળીની વોલ્સ જ્યારે ડેમેજ થાય છે ત્યારે તેમાંથી ઓછો ગેસ નિકળે છે. પરિણામે તમારી આંખો સુરક્ષિત રહેશે.
  4. ડુંગળી કાપતાં પહેલાં તેને 20-25 મિનિટ સુધી ફ્રિજમાં મૂકી શકો છો. આવું કરવાથી ડુંગળીમાં રહેલ ઈંઝાઈમ દૂર થાય છે અને તેને કાપવા પર આંખોમાંથી આંસૂ આવતાં નથી.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો
Telegram ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Google News પર Follow કરવા અહી ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top