Gyan Shadhna Scholarship, જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના: રાજ્ય સરકાર દ્વારા બાળકોના શિક્ષણ માટે વિવિધ યોજનાઓ અમલમાં છે એક નવી યોજના એટલે કે જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા 2023 જે અંતર્ગત ધોરણ 9 થી 10 સુધીના અભ્યાસ દરમ્યાન વાર્ષિક રૂપિયા 20,000/- અને ધોરણ 11 થી 12 સુધીના અભ્યાસ દરમ્યાન વાર્ષિક રૂપિયા 25,000/-ની સ્કોલરશીપ આપવામાં આવશે.
અગાઉના આર્ટીકલમાં આપણે મફત પ્લોટ યોજના, ગુજરાતનું BPL લિસ્ટ, માનવ કલ્યાણ યોજના 2023, વૃદ્ધ પેન્શન યોજના, તાર ફેનસિંગ વાડ યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, બાલ સખા યોજના, ટ્રેક્ટર સહાય યોજના, મફત સિલાઈ મશીન યોજના, તબેલા લોન સહાય યોજના, પ્રધાનમંત્રી વાણી યોજના, બેંક ઓફ બરોડા ઈ-મુદ્રા લોન યોજના, સ્ટેશનરી દુકાન ખોલવા માટે લોન ની સહાય, Pradhan Mantri Jandhan Yojana 2023: પ્રધાનમંત્રી જનધન યોજના, ગુજરાત ગો ગ્રીન યોજનાની વિગતવાર માહિતી મેળવી. આજના આ આર્ટીકલમાં આપણે જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા યોજનાની સંપૂર્ણ માહિતી મેળવીશું.
Gyan Shadhna Scholarship 2023
યોજના ટાઈટલ | જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા 2023 |
યોજના નામ | Gyan Shadhna Scholarship Yojana |
વિભાગ નામ | શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય |
લાભાર્થી | ધોરણ 8 પાસના વિદ્યાર્થીઓ |
સ્કોલરશીપ | ધોરણ 9 થી 10માં વાર્ષિક રૂપિયા 20,000/- ધોરણ 11 થી 12માં વાર્ષિક રૂપિયા 25,000/- |
ફોર્મ ભરવાની તારીખ | 11-05-2023 થી 26-05-2023 |
પરીક્ષા તારીખ | 11-06-2023 |
ઓફિસિયલ વેબસાઈટ | https://sebexam.org |
જ્ઞાન સાધના સ્કોલરશીપ 2023
Gyan Sadhana Scholarship 2023: આ સ્કોલરશીપ યોજના મા સ્કોલરશીપ માટે વિદ્યાર્થીઓની પરીક્ષા દ્વારા પસંદગી કરવામા આવશે. જેના માટે નીચેની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે.
- સરકારી કે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામા ધોરણ 1 થી 8 સળંગ અભ્યાસ કરી ધોરણ 8માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ કરેલ હોય. અથવા
- આરટીઈ એક્ટ 2009ની કલમ 12(1)(સી)ની જોગવાઈ હેઠળ સ્વનિર્ભર શાળાઓના 25%ની મર્યાદામાં જે તે સમયે ધોરણ 1માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ કે જેઓ ધોરણ 8 માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલ હોય.
- ઉપરના બંને કિસ્સામાં જેઓના વાલીની આવક આરટીઈ એક્ટ, 2009ની કલમ 12 (1) (સી) હેઠળ પ્રવેશ માટે નિયત થયેલ આવક મર્યાદા હાલ શહેરી વિસ્તાર માટે રૂપિયા 1,50,000 અને ગ્રામ્ય વિસ્તાર માટે રૂપિયા 1,20,000 કરતા વધુ ન હોય તેવા વિદ્યાર્થીઓ કસોટી આપી શકશે.
પરીક્ષા ફી– Exam Fees
આ સ્કોલર્શીપ યોજના માટે પરીક્ષા માટે ફોર્મ ભરવા માટે કોઇ પણ પ્રકારની પરીક્ષા ફી રાખવામા આવેલ નથી.
સ્કોલરશીપ ની રકમ
- ધોરણ 9 અને 10 મા વાર્ષિક રૂ. 20000 સ્કોલરશીપ મળવાપાત્ર છે.
- ધોરણ 11 અને 12 મા વાર્ષિક રૂ. 25000 સ્કોલરશીપ મળવાપાત્ર છે.
જ્ઞાન સાધના સ્કોલરશીપ માટેની પાત્રતા
- સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ- 1 થી 8 નો સળંગ અભ્યાસ કરેલો હોય અને ધોરણ-8 માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલ હોય તેવા વિદ્યાર્થીઓ.
- RTE AC-200 ની કલમ-12 (1)(સી)ની જોગવાઈ હેઠળ સ્વનિર્ભર શાળાઓમાં 25% ની મર્યાદામાં હોય. જે તે સમયે ધોરણ-1 માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ કે, જેઓ ધોરણ-8 માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલ હોય તેવા વિદ્યાર્થીઓને લાભ મળશે.
- જે વિદ્યાર્થીઓના વાલીની કુટુંબની વાર્ષિક આવક શહેરી વિસ્તારમાં રૂ.1,50,000/- (એક લાખ પચાસ હજાર) તેઓને લાભ મળશે. ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. 1,20,000/- (એક લાખ વીસ હજાર) કરતા વધુ ન હોય તેવા વિદ્યાર્થીઓ કસોટી આપી શકશે.
કસોટીનુ માળખુ– Structure of the test
જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના મા વિદ્યાર્થીઓની પસંદગી પરીક્ષા દ્વારા કરવામા આવશે. જેમા કસોટીનુ માળખુ નીચે મુજબ હશે.
- આ કસોટીનુ પ્રશ્ન પત્ર 120 ગુણનુ રહેશે તથા સમય 150 મિનિટ રહેશે.
- કસોટી નુ પ્રશ્ન પેપર ગુજરાતી/અંગ્રેજી ભાષામા રહેશે.
- વિદ્યાર્થી ગુજરાતી કે અંગ્રેજી જે માધ્યમ પસંદ કરે તે માધ્યમ મા પરીક્ષા આપી શકશે.
કસોટી | પ્રશ્નો | ગુણ |
MAT બૌધિક યોગ્યતા કસોટી | 40 | 40 |
SAT બૌધિક યોગ્યતા કસોટી | 80 | 80 |
જ્ઞાન સાધના કસોટી પરીક્ષાનો કાર્યક્રમ (Exam Time Table)
આ સ્કોલરશીપનો લાભ લેવા માટે અગાઉથી પરીક્ષાનો કાર્યક્ર્મ નક્કી કરેલો છે. જે નીચે મુજબ છે.
ક્રમ | વિગત | તારીખ / સમયગાળો |
1 | જાહેરનામું બહાર પાડવાની તારીખ | 10/05/2023 |
2 | વર્તમાનપત્રોમાં કસોટી અંગે જાહેરાત પ્રસિધ્ધ થવાની તારીખ | 11/05/2023 |
3 | વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાનો સમયગાળો | 11/05/2023 ( બપોરના 3:00 કલાક( થી 26/05/2023 ( રાત્રીના 12:00 કલાક સુધી |
4 | પરીક્ષા ફી | નિ:શુલ્ક |
5 | પરીક્ષાની તારીખ | 11/06/2023 |
Gyan Shadhna Scholarship ઓનલાઇન અરજી પ્રોસેસ
જ્ઞાન સાધના સ્કોલરશીપ માટે ઓનલાઇન ફોર્મ ભરવા માટે નીચે મુજબની પ્રક્રિયા કરવાની રહેશે.
- સૌ પ્રથમ રાજય પરીક્ષા બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ https://www.sebexam.org/ પર જવાનુ રહેશે.
- તેમા Apply Online પર ક્લીક કરો.
- તેમા જ્ઞાન સાધના પ્રખરતા કસોટી પસંદ કરો.
- ત્યારબાદ ઓપન થયેલા ફોર્મ મા વિદ્યાર્થીનો Adhar UDI નંબર નાખતા વિદ્યાર્થીની જરૂરી માહિતી આવી જશે.
- ત્યારબાદ માંગવામા આવેલી અન્ય માહિતી સબમીટ કરો અને વિદ્યાર્થીનો ફોટો અને સહિ અપલોડ કરો.
- છેલ્લે તમારુ ફોર્મ ચકાસી કંફર્મ આપો.
- આ ફોર્મ ની પ્રિંટ કાઢી લો.
આ માહિતી પણ વાંચો:
- Gujarat Go Green Yojana 2023: ટુ-વ્હીલરની ખરીદી પર રૂપિયા 30,000ની સબસિડી,અહીંથી ફોર્મ ભરો
- SBI E-Mudra Loan Apply Online 2023:SBI ઇ-મુદ્રા લોન 2023, ધંધા માટે મળશે તમને 50 હજાર થી લઈને 10 લાખ સુધીની લોન
- વ્હાલી દીકરી યોજના | Gujarat Vahali Dikri Yojana 2023 Form PDF
- Manav Kalyan Yojana 2023: માનવ કલ્યાણ યોજના 2023, ઓનલાઇન ફોર્મ ભરો
- Stationery Dukan Sahay Yojana 2023: સ્ટેશનરી દુકાન ખોલવા માટે 10,00, 00સુધી લોન ની સહાય
Gyan Shadhna Scholarship જાહેરાત | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
FAQ- કેટલાક પ્રશ્નો અને જવાબો
1. જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનામાં કેટલી સ્કોલરશીપ આપવામાં આવશે?
જવાબ: આ સ્કોલરશીપ હેઠળ રૂપિયા 25,000/- સુધી સ્કોલરશીપ સહાય આપવામાં આવશે.
2. Gyan Sadhana Scholarship Online Form ભરાવાના ક્યારથી ચાલુ થશે?
જવાબ- જ્ઞાન સાધના સ્કોલરશીપના ઓનલાઈન ફોર્મ તારીખ 11/05/2023 થી ભરાવવાના ચાલુ થશે.
3. જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા માટે ઓનલાઇન અરજી કરવાની કઈ તારીખ છેલ્લી ?
જવાબ- આ પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 26/05/2023 છે.
4. જ્ઞાન સાધના સ્કોલરશીપ 2023 અરજી કરવા માટે અધિકૃત વેબસાઈટ કઈ છે?
જવાબ- જ્ઞાન સાધના સ્કોલરશીપ 2023 ના ઓનલાઈન ફોર્મ ભરવા માટે https://www.sebexam.org/ અધિકૃત વેબસાઈટ છે.