UGVCL Bill Download:UGVCL બિલ ઓનલાઈન કેવી રીતે ડાઉનલોડ કરવું

UGVCL Bill Download:હેલ્લો મિત્રો.કેમ છો?આશા રાખીશ કે મઝામાં હશો. આપણો ભારત દેશ ઈન્ફોર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે. મિત્રો ભારત સરકાર પણ Digital India ને ખૂબ જ પ્રોત્સાહન આપી રહ્યું છે. જેમ દેશની વાત કરીએ ત્યારે ગુજરાત રાજ્ય પણ ડીજીટલ બાબતમાં આગળ વધી જ રહ્યું છે. વિવિધ વીજ ઉત્પાદન કરતી કપનીઓ દ્વારા ઓનલાઇન બિલ ડાઉનલોડ કરવાની સુવિધા આપી રહી છે. MGVCL Bill Download, PGVCL Bill Download તથા DGVCL Bill Download વગેરે સેવાઓ આપી રહી છે. આજે આપણે આર્ટિક્લ દ્વારા UGVCL Bill Download કેવી રીતે કરવું વિશે માહિતી મેળવીશું

Digital Gujarat હેઠળ રાજ્યમાં ઘણી બધી સેવાઓ ઓનલાઈન થઈ ચૂકી છે. અને હજુ પણ અન્ય યોજણાઓ અને Digital Service થઈ રહી છે. ગુજરાતમાં સામાજિક સેવાઓ જેવી કે  સુકન્યા સમૃદ્ધિ યોજના, વ્હાલી દીકરી યોજનાવૃદ્ધ પેન્શન યોજના  વગેરે ઓનલાઇન થઈ ચૂકી છે. ખેડૂતો માટે પણ ikhedut portal અમલી બની ચૂકેલ છે. રોજગાર મેળવવા માટે Anubandham Portal કાર્યરત થઈ ચૂકેલ છે. પરંતુ આજે આપણે વીજ વિતરણ કરતી કંપની UGVCL વિશે વાત કરીશું. તાજેતરમાં જુલાઈ-2023 અને ઓગષ્ટ-2023 માસનું લાઈટ બિલ બનાવવામાં આવ્યું છે. હવે તમે UGVCL Online Bill Download કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

UGVCL Bill Download

આર્ટિકલનુ નામUGVCL Bill Download PDF
નિગમનું નામUttar Gujarat Bij Company LTD.
UGVCL Bill Payment Status Check Onlinehttps://ugvcl.info/UGBILL/
વીજને લગતી સમસ્યાના નિકાલ માટે ટોલફ્રી નંબર1800-233-155-335
સમય મર્યાદામાં ગ્રાહકની વીજ ફરિયાદ નિકાલ ન થાય તો, રૂબરૂ સંપર્ક માટેનું સરનામુંધ કન્‍વીનર, કન્‍ઝ્યુમર ગ્રીવન્‍સીઝ, રીડ્રેસલ ફોરમ, સાબરમતી સર્કલ ઓફિસ, રેલ્વે ક્રોસિંગ પાસેમ સાબરમતી, અમદાવાદ- 380005
ModeOnline
સત્તાવાર વેબસાઇટhttp://www.ugvcl.com/

UGVCL

UGVCL એટલે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ. જેની સ્થપના 15 સપ્ટેમ્બર 2003 ના રોજ ગુજરાત વિદ્યુત બોર્ડ દ્વારા કરવામાં આવી હતી. આ વીજ કંપની દ્વારા રાજ્યના ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં સેવાઓ પૂરી પાડવામાં આવે છે. જેનું વડુમથક મહેસાણા છે. જેમના દ્વારા ઘણી વધી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. નીચેની સેવાઓની યાદી એમની અધિકૃત વેબસાઈટ પર મુકવામાં આવેલ છે.

  • સોલાર સ્કીમ
  • ગ્રાહકોની સેવાઓની માર્ગદર્શિકા
  • ગ્રાહકોની સેવાઓ
  • વીજ ચોરી માટે રિપોર્ટ
  • તમારું બિલની ગણતરી
  • Energy Saving
  • તમારું બિલ જાણો (Know Your Bill)
  • GUVNL દ્વારા પૂરી પાડવામાં આવતી યોજનાઓ
  • અન્ય માધ્યમો દ્વારા Meter Testing
  • લોક દરબાર પ્રોગ્રામ

UGVCL નુ બિલ ડાઉનલોડ કરવા માટે શું જોઈએ?

તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરમાં બિલ ડાઉનલોડ કરી શકો છો. જેના માટે તમારી પાસે ગ્રાહક નંબર (Consumer Number) હોવો જોઈએ.

How to Online Download UGVCL Bill | લાઈટ બિલ ઓનલાઈન કેવી રીતે Download કરવું?

  • સૌપ્રથમ Google માં UGVCL ટાઈપ કરવાનું રહેશે.
  • ગૂગલ સર્ચ પરિણામ આવે તેમાં UGVCL Official Website ખોલવાની રહેશે.

UGVCL Bill Download

  • Home page પર આવ્યા બાદ નીચે Read More દેખાશે.
  • તેમાં “Pay Energy Bills Online” પર ક્લિક કરવાનું રહેશે.
  • તેના પર ક્લિક કરતાં એક નવું પેજ ખુલશે.
  • જેમાં UGVCL Online Payement ની અલગ અલગ સેવાઓ બતાવશે.
  • જેમાંથી પહેલાં નંબર પર આવેલી Last Bill and Payment Status પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે ફરીથી એક નવું પેજ ખુલશે.
  • જેમાં Enter Consumer No. ના બોક્સમાં 5 અથવા 11 આંકડાનો નંબર દાખલ કરવાનો રહેશે.

  • Box માં ગ્રાહક નંબર અને Security Code નાખ્યા બાદ Search પર ક્લિક કરવાનું રહેશે.
  • તમારા UGVCL Light Bill ની તમામ માહિતી દેખાશે.
  • છેલ્લે, તેમાં દેખાતા Click Here to Download eBill પર ક્લિક કરતાં PDF ફાઈલ ડાઉનલોડ થશે.

જુન-2023 ના બિલ ગ્રાહકોને મોકલી આપેલ છે?

હા, જુન-૨૦૨૩ પહેલાં ચુકવવાના થતાં બિલ UGVCL દ્વારા મોકલી આપેલા છે. આ વીજ કંપની બિલ ગ્રાહકોઓએ તા-૧૦/૦૭/૨૦૨૩ સુધી ચોક્ક્સ ભરપાઈ કરવાના હોય છે. તમારા મોબાઈલમાં બિલની અધિકૃત લિંક પણ મોકલાવામાં આવેલ હશે. જેના આધારે પણ તમે UGVCL Bill Download June 2023 નું બિલ મેળવી શકશો.

વીજ પુરવઠા વિતરણ કંપનીઓની યાદી

ગુજરાત રાજ્યમાં હાલમાં કુલ પાંચ (5) કંપનીઓ વીજ પુરવઠો વિતરણ કરે છે. નીચે મુજબ વીજ કંપનીઓ નામ આપેલા છે.

ક્રમવીજ વિતરણ કરતી કંપનીનું નામ
1ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL)
2મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL)
3પશ્વિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL)
4દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL)
5Torrent Power

FAQ– વારંવાર પૂછાતા પ્રશ્નો

યુજીવીસીએલ ઓનલાઈન પેમેન્‍ટ કેવી રીતે કરી શકાય?

ગ્રાહકો પોતાના મોબાઈલ ફોન દ્વારા ugvcl ની ઓફિશીયલ વેબસાઈટ પરથી ઓનલાઈન ભરી શકે છે.

UGVCL Bill Download ડાઉનલોડ કરવા માટેની અધિકૃત વેબસાઈટ કઈ છે?

રાજ્યના નાગરિકો આ https://ugvcl.com વેબસાઈટ પરથી ઓનલાઈન બિલ ડાઉનલોડ કરી શકે છે.

વીજ જોડાણનું નામ કે માલિકીપણું બદલવાની સમયમર્યાદા કેટલી છે?

ગ્રાહક દ્વારા અરજી સાથે જરૂરી દસ્તાવેજો અને ફી ભર્યાની તારીખથી ૭ દિવસમાં નિકાલ કરવાનો હોય છે.

UGVCL Online Bill Check કરી શકાય કે નહિં?

હા, ગ્રાહક પોતાના ઘરના લાઈટ બિલ પર આવતા નંબરના આધારે UGVCL Online Bill Check કરી શકે છે.

Leave a Comment