GSRTC Recruitment:ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં ડ્રાઈવર તથા કંડક્ટરની પોસ્ટ પર ભરતી

GSRTC Recruitment:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં ડ્રાઈવર તથા કંડક્ટરની પોસ્ટ પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો.

આ પોસ્ટમાં અમે તમને જણાવીશું કે,આ ભરતીમાં ક્યાં પદ પર ભરતી કરવામાં આવી છે અને કેટલી જગ્યા પર ભરતી કરવામાં આવી છે અરજી કરવા માટે જરૂરી લાયકાત અને ડોક્યુમેન્ટ ક્યાં જોશે તેના વિશે માહિતી આપીશું વધુમાં જણાવીશું કે અરજી કેવી રીતે કરવી તેના વિશે આ પોસ્ટમાં માહિતી આપવામાં આવશે એટલે અમારી તમને વિનતી છે કે તમે આ પોસ્ટને અંત સુધી જરૂર વાંચો અને જે લોકોને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરવાનું ભૂલતા નહિ.

GSRTC Recruitment| Gujarat State Road Transport Corporation Recruitment

પોસ્ટનુ નામવિવિઘ
સંસ્થાનું નામગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોકરી સ્થળગુજરાત
નોટીફિકેશન તારીખ05 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ07 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ06 સપ્ટેમ્બર 2023
ઓફીશ્યલ વેબસાઇટ લીંકhttps://gsrtc.in/

પોસ્ટનુ નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ડ્રાઈવર તથા કંડક્ટરની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.

કુલ ખાલી જગ્યા

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની આ ભરતીમાં ડ્રાઈવરની 4062 તથા કંડક્ટરની 3342 આમ કુલ 7404 જગ્યાઓ ખાલી છે.

પગારધોરણ

ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ પ્રથમ પાંચ વર્ષ માટે ઉમેદવારને ફિક્સ રૂપિયા 18,500 પગારધોરણ ચુકવવામાં આવશે. પાંચ વર્ષ પૂર્ણ થયા બાદ સરકારશ્રીના નિયમો મુજબ ઉમેદવારને લઘુત્તમ પગારધોરણ મળવાપાત્ર રહેશે.

લાયકાત

ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની આ ભરતીમાં ડ્રાઈવર તથા કંડકટરની પોસ્ટ પર અરજી કરવા માટે શેક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ જરૂરી છે એટલે કે તમે કોમર્સ, આર્ટસ અથવા સાઇન્સ કોઈપણ સ્ટ્રીમથી ધોરણ 12 પાસ કરેલ છે તો તમે આ ભરતીમાં અરજી કરી શકો છો. તથા અન્ય લાયકાત માટે જાહેરાત અવશ્ય વાંચી લેવા વિનંતી.

પસંદગી પ્રક્રિયા

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની આ ભરતીમાં ડ્રાઈવરની પોસ્ટ પર ઉમેદવારની પસંદગી ડ્રાઇવિંગ ટેસ્ટ તથા લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે જયારે કંડક્ટરની પોસ્ટ પર ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે.

વયમર્યાદા

એસ.ટી વિભાગની આ ભરતીમાં ડ્રાઈવરના પદ માટે વયમર્યાદા 25 થી 34 વર્ષ તેમજ કંડકટરના પદ માટે વયમર્યાદા 18 થી 34 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. સરકારશ્રીના નિયમો અનુસાર આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.

અરજી ફી

એસ.ટી વિભાગની આ ભરતીમાં અનામત તથા બિનઅનામત તમામ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂપિયા 59 ચૂકવવાના રહેશે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની આ ભરતીમાં જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.

  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
  • અભ્યાસની માર્કશીટ
  • જાતિનો દાખલો
  • લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
  • નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC)
  • ડ્રાઇવિંગ લાયસન્સ
  • તથા અન્ય જરૂરી દસ્તાવેજો

મહત્વની તારીખ

આ ભરતીની નોટિફિકેશન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા 05 ઓગસ્ટ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી.

  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:07 ઓગસ્ટ 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:06 સપ્ટેમ્બર 2023

અરજી કેવી રીતે કરવાની રહેશે?

  • સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • અરજી કરવા માટે GSRTCની સત્તાવાર વેબસાઈટ https://gsrtc.in/ વિજિત કરો.
  • આ વેબસાઈટ પર નીચેના ભાગમાં આપેલ “Recruitment” ના બટન પર ક્લિક કરો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લીંક

ડ્રાઈવર નોકરીની જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
કંડક્ટરની નોકરીની જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટેની લીંકઅહીં ક્લિક કરો

Leave a Comment