રાજ્ય સરકાર કેટલીક યોજનાઓ હેઠળ ખેડૂતોને સહાય આપે છે, અને આ સહાય મેળવવા રાજ્યના ખેડૂતોએ આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની હોય છે. ખેતી કામ માટે ઉપયોગી તાડપત્રી, પંપસેટ, પાક સંરક્ષણ સાધનો, વોટર કેરીંગ પાઇપલાઇન, પાક મૂલ્યવૃદ્ધિ અને એગ્રો સર્વિસ પ્રોવાઇડર જેવા વિવિધ ઘટકો હેઠળ સહાય મેળવવા માટે ખેડૂતો અરજી કરી શકે તે માટે આગામી તા. 7 ઓગષ્ટથી આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી સ્વીકારવામાં આવશે, તેમ ગુજરાત રાજ્ય ખેતી નિયામકની અખબારી યાદીમાં જણાવાયું છે.
ખેતીકામ માટે ઉપયોગી તાડપત્રી, પાક સંરક્ષણ સાધનો, પંપસેટ સહિતના ઘટકો હેઠળ સહાય મેળવવા ખેડૂતો આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે
07 ઓગષ્ટ સુધી અરજી કરો. યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર ખેડૂતોને ખેતીવાડી ખાતાના તાડપત્રી, પંપસેટ, પાક સંરક્ષણ સાધનો, વોટર કેરીંગ પાઇપલાઇન, પાક મૂલ્યવૃદ્ધિ અને એગ્રો સર્વિસ પ્રોવાઈડર જેવા ઘટકો માટે અરજીઓ મેળવવા આઇ ખેડુત પોર્ટલ તારીખ 07 ઓગષ્ટ, 2023ને સોમવારના રોજ સવારે 10.30 કલાકથી ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવશે.
વહેલા તે પહેલાના ધોરણે,ચાલુ વર્ષે અરજીઓ મેળવવા બાબતે જે તે તાલુકાનાં લક્ષ્યાંકની 110 ટકા મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે અરજીઓ ઓનલાઇન થાય તે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે. જેને ધ્યાને લઇ ખેડૂતોએ આ ઘટકોમાં લાભ મેળવવા ઓનલાઇન અરજી કરીને અરજીની નકલ પોતાની પાસે રાખવાની રહેશે, તેમ યાદીમાં જણાવાયું છે.
અરજી કરવા માટેની લીંક | અહીં ક્લિક કરો |
અરજી કેવી રીતે કરવી તેની માહિતી માટેની લીંક | અહીં ક્લિક કરો |