India Post Recruitment 2023: ઈન્ડિયા પોસ્ટમાં 132+ જગ્યાઓ પર કાયમી નોકરી મેળવવાની સુવર્ણ તક

India Post Recruitment 2023: ઈન્ડિયા પોસ્ટમાં 132+ જગ્યાઓ પર કાયમી નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

India Post Recruitment 2023 | India Post Payment Bank Recruitment 2023

સંસ્થાનું નામઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક
પોસ્ટનું નામવિવિધ
નોકરીનું સ્થળભારત
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોટિફિકેશનની તારીખ26 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ26 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ16 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://www.ippbonline.com/

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ IPPB દ્વારા એક્ષેકયુટીવની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

કુલ ખાલી જગ્યા:

IPPB ની આ ભરતીમાં કુલ 132 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

લાયકાત:

મિત્રો, ઇન્ડિયા પોસ્ટની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે કોમર્સ/આર્ટસ કે સાયન્સ સ્ટ્રીમના કોઈપણ કોર્સથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું હોવું જોઈએ. વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી. આ ભરતીમાં ફ્રેશર્સ એટલે કે બિનઅનુભવી લોકો પણ અરજી કરી શકે છે.

વયમર્યાદા:

ઇન્ડિયા પોસ્ટની આ ભરતીમાં વયમર્યાદા 21 વર્ષ થી લઈ 35 વર્ષ સુધી છે. સરકારશ્રીના નિયમો અનુસાર આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળી શકે છે.

અરજી ફી:

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની આ ભરતીમાં અરજી કરતી વખતે એસ.સી / એસ.ટી / પી.ડબલ્યુ.ડી કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે 100 રૂપિયા તેમજ સામાન્ય તથા અન્ય કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે 300 રૂપિયા ચૂકવવાના રહેશે.

પગારધોરણ

ભારતીય પોસ્ટ પેમેન્ટ બેંકની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ ઉમેદવારને માસિક 30,000 રૂપિયા ફિક્સ પગારધોરણ ચુકવવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓનલાઈન અરજી કર્યા બાદ ઓનલાઈન ટેસ્ટ / ગ્રુપ ડિસ્કશન અથવા પર્સનલ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી કરવાની પૂર્ણ સત્તા ઇન્ડિયા પોસ્ટ પાસે છે. ઉમેદવારની પસંદગી 1 વર્ષના કોન્ટ્રેક્ટ ઉપર કરવામાં આવશે. અને ત્યારબાદ આ કોન્ટ્રાકટ રીન્યુ કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર https://www.ippbonline.com/ પર અરજી કરી શકે છે.

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો:

ભારતીય ડાક વિભાગની આ ભરતીમાં જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.

  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
  • અભ્યાસની માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું પ્રમાણપત્ર (જો હોય તો)
  • તથા અન્ય જરૂરી દસ્તાવેજો

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે અરજી કરવા માટે ભારતીય પોસ્ટ વિભાગની સત્તાવાર વેબસાઇટ https://www.ippbonline.com/ વિઝીટ કરો.
  • હવે વેબસાઈટના સૌથી નીચે ભાગમાં આપેલ “Career” ના ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સિલેક્ટ કરી તમારી સંપૂર્ણ ડિટેઇલ તથા જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરો.
  • હવે ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

NIA Ahmedabad Recruitment:રાષ્ટ્રીય તપાસ એજન્સીની અમદાવાદ તથા અન્ય શહેરોમાં બમ્પર ભરતી જાહેર

AAI Recruitment 2023: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ખાતે વિવિધ પોસ્ટ માટે ભરતી

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ વિજિત કરવા માટેઅહીં ક્લિક કરો
ગુજરાતી હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

મહત્વની તારીખ:

  •  ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ: 26 જુલાઈ 2023
  • ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 16 ઓગસ્ટ 2023

Leave a Comment