ITI Pass Govt Job Ahmedabad 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે અમદાવાદમાં ITI પાસ માટે સરકારી નોકરીનો મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
ITI Pass Govt Job Ahmedabad | Space Applications Centre Recruitment
સંસ્થાનું નામ | અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર |
પોસ્ટનું નામ | વિવિધ |
નોકરીનું સ્થળ | અમદાવાદ, ગુજરાત |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
નોટિફિકેશનની તારીખ | 01 ઓગસ્ટ 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 01 ઓગસ્ટ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 21 ઓગસ્ટ 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://careers.sac.gov.in/ |
પોસ્ટનું નામ:
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર દ્વારા ટેક્નિશિયન જેમાં ફીટર, મશીનીસ્ટ, ઇલેક્ટ્રોનિક્સ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, ICTSM/ITESM, ઈલેક્ટ્રીશિયન, મિકેનિકલ, કેમિકલ, ટર્નર તથા રેફ્રિજરેશન એન્ડ એર કંડિશનિંગની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.
ખાલી જગ્યા:
જાહેરાતમાં આપેલ માહિતી સ્પેસ એપ્લિકેશન સેન્ટરની આ ભરતીમાં ફીટરની 04, મશીનીસ્ટની 01, ઇલેક્ટ્રોનિક્સની 15, ઇન્ફોર્મેશન ટેક્નોલોજીની 05, ICTSM/ITESMની 05, ઈલેક્ટ્રીશિયનની 01, મિકેનિકલની 01, કેમિકલની 01, ટર્નરની 01 તથા રેફ્રિજરેશન એન્ડ એર કંડિશનિંગની 01 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.
લાયકાત:
મિત્રો, SACની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે ધોરણ 10 પાસ તથા જે તે ટ્રેડમાં ITI પૂર્ણ કરેલું હોવું જરૂરી છે. તથા અન્ય લાયકાત માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી.
વયમર્યાદા:
સ્પેસ વિભાગની આ ભરતીમાં વયમર્યાદા 18 વર્ષ થી લઈ 35 વર્ષ સુધી છે. સરકારશ્રીના નિયમો અનુસાર આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.
અરજી ફી:
SAC ની આ ભરતીમાં અરજી કરતી વખતે તમામ ઉમેદવારોએ 500 રૂપિયા અરજી ફી ચુકવવાની રહેશે ત્યારબાદ આરક્ષિત કેટેગરીના ઉમેદવરોને 500 રૂપિયા તથા અન્ય ઉમેદવારોને 400 રૂપિયા અરજી ફી પરત કરી દેવામાં આવશે. એટલે આ ભરતીમાં આરક્ષિત કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી 0 રૂપિયા તથા અન્ય કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી 100 રૂપિયા છે.
પસંદગી પ્રક્રિયા:
- લેખિત પરીક્ષા
- સ્કિલ ટેસ્ટ
અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો:
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- સહી
- આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
- જાતિનો દાખલો
- અનુભાવનું સર્ટિફિકેટ (જો હોય તો)
- ITI ટ્રેડનું સર્ટિફિકેટ
- અભ્યાસની માર્કશીટ
- તથા અન્ય જરૂરી દસ્તાવેજો
અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે SACની સત્તાવાર વેબસાઈટ https://careers.sac.gov.in/ પર જાઓ.
- હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
મહત્વની તારીખ:
- ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ: 01 ઓગસ્ટ 2023
- ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 21 ઓગસ્ટ 2023
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ વિજિત કરવા માટે | અહીં ક્લિક કરો |