India Post GDS Recruitment 2023:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે ઈન્ડિયા પોસ્ટમાં 10 પાસ માટે 30040+ જગ્યાઓ પર પરીક્ષા વગર સીધી ભરતીનો મોકો આવી ગયો છે.તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો.
આ પોસ્ટમાં અમે તમને જણાવીશું કે,આ ભરતીમાં ક્યાં પદ પર ભરતી કરવામાં આવી છે કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે અને આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી લાયકાત શું છે.અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ ક્યાં છે અરજી કેવી રીતે કરવાની તેના વિશે સંપૂર્ણ અને સાચી માહિતી આપવામાં આવશે એટલે અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરવાનું ભૂલતા નહિ
India Post GDS Recruitment 2023
સંસ્થાનું નામ | ભારતીય ડાક વિભાગ |
નોકરીનું સ્થળ | ગુજરાત તથા ભારત |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
નોટીફિકેશનની તારીખ | 03 ઓગસ્ટ 2023 |
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ | 03 ઓગસ્ટ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 23 ઓગસ્ટ 2023 |
ઓફીશ્યલ વેબસાઇટ લીંક | https://indiapostgdsonline.gov.in/ |
પોસ્ટનુ નામ
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ઇન્ડિયા પોસ્ટ દ્વારા GDS એટલે કે ગ્રામીણ ડાક સેવક,BPM એટલે કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર તથા ABPM એટલે કે આસિસ્ટન્ટ બ્રાંચ પોસ્ટ માસ્ટરની જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી છે.
કુલ ખાલી જગ્યા
ભારતીય ડાક વિભાગની આ ભરતીમાં ભારતની કુલ જગ્યા 30041 છે જેમાંથી ગુજરાતમાં ખાલી જગ્યા 1850 છે.
પગારધોરણ
અરજી કરતા ઉમેદવારના મન માં એ સવાલ જરૂર થાય છે કે આ પોસ્ટ પર સેલરી કેટલી મળવાપાત્ર છે. તો નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ BPM એટલે કે Branch Post Master ની સેલરી 12,000 થી લઈ 29,380 રૂપિયા સુધી છે જયારે ABPM એટલે કે Assistant Branch Postmaster અને ગ્રામીણ ડાક સેવકની સેલરી 10,000 થી લઇ 24,470 રૂપિયા સુધી છે.
લાયકાત
મિત્રો,જો તમે 10 પાસ છો તો તમે મદદનીશ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, ગ્રામીણ ડાક સેવક તથા બ્રાન્ચ પોસ્ટ માસ્ટર ની પોસ્ટ માટે અરજી કરી શકો છો. અરજી કરનાર વ્યક્તિને પ્રાદેશિક ભાષા એટલે કે ગુજરાતી આવડતી હોવી જોઈએ તથા સાયકલ ચલાવતા ફરજિયાતપણે આવડતું હોવું જોઈએ.
પસંદગી પ્રક્રિયા
મિત્રો આ ભરતીમાં તમારી પસંદગી ધોરણ-10ના ટકાના આધારે થાય છે. ધોરણ-10માં તમારા જેટલા વધારે ટકા હશે આ ભરતીમાં નોકરી મેળવવાનો તમારો ચાન્સ એટલો જ વધારે રહશે. મિત્રો જયારે તમે આ ફોર્મ ભરો છો ત્યારે તમારે તમારી પસંદગીની પાંચ ઓફિસ સિલેક્ટ કરવાની હોય છે. આ પાંચ ઓફિસ માટે અન્ય ઉમેદવારોએ પણ ફોર્મ ભર્યા હોય છે. મેરીટ પ્રમાણે જે ઉમેદવારના સૌથી વધારે ટકા હશે એની પસંદગી કરી લેવામાં આવે છે.
વયમર્યાદા
કેટેગરી | ઓછામાં ઓછી વય | વધુમા વધુ વય | વયમા છૂટછાટ | કુલ વય |
અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ (SC/ST) | 18 | 40 | 5 | 45 |
અન્ય પછાત વર્ગો (OBC | 18 | 40 | 3 | 43 |
આર્થિક રીતે નબળા વિભાગો (EWS) | 18 | 40 | – | 40 |
વિકલાંગ વ્યક્તિઓ (PwD) | 18 | 40 | 10 | 50 |
વિકલાંગ વ્યક્તિઓ (PwD) + અન્ય પછાત વર્ગો (OBC) | 18 | 40 | 13 | 53 |
વિકલાંગ વ્યક્તિઓ (PwD) + અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ (SC/ST) | 18 | 40 | 15 | 55 |
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- સહી
- આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
- અભ્યાસની માર્કશીટ
- લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
- તથા અન્ય જરૂરી દસ્તાવેજો
અરજી ફી
મિત્રો એસસી તથા એસટી કેટેગરીના ઉમેદવારોએ કોઈ અરજી ફી ભરવાની થતી નથી જ્યારે જનરલ, ઈડબલ્યુએસ અને ઓબીસી કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે 100 રૂપિયા ભરવાના રહશે.
મહત્વની તારીખ
મિત્રો, આ ભરતીની નોટિફિકેશન ભારતીય ડાક વિભાગ ઘ્વારા 03 ઓગસ્ટ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી.
- ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:03 ઓગસ્ટ 2023
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:23 ઓગસ્ટ 2023
અરજી કેવી રીતે કરવાની રહેશે?
- સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે અરજી કરવા માટે ભારતીય પોસ્ટ વિભાગની સત્તાવાર વેબસાઇટ https://indiapostgdsonline.gov.in/ વિઝીટ કરો.
- હવે વેબસાઈટમાં આપેલ “Registration” ના ઓપ્શન પર ક્લિક કરો અને તમામ વિગતો ભરી રજીસ્ટ્રેશન કરી લો.
- હવે આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરી દો.
- હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સિલેક્ટ કરી તમારી સંપૂર્ણ ડિટેઇલ તથા જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરો.
- હવે ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરો.
- આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે
અરજી કરવા માટે જરૂરી લીંક
નોકરીની જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે | અહીં ક્લિક કરો |