ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય: રાજ્ય સરકારનો વધુ એક મહત્વપૂર્ણ ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે.રાજ્યના 14 જિલ્લા ઉપરાંત બાકી રહેતા જિલ્લાના ખેડૂતોને પણ 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે.રાજ્યમા પાછોતરો વરસાદ ખેંચાતા ખેડૂતોનાં ઊભા પાકોને બચાવવા માટે રાજ્યના 14 જિલ્લાઓમાં ખેડૂતોનાં પાક બચાવવા 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કરી વીજળી પૂરી પાડવામાં આવી રહી છે.
રાજ્યના ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈએ મોટી જાહેરાત કરી છે જેમાં રાજ્યના 14 જિલ્લા ઉપરાંત બાકી રહેલા જિલ્લાનાં ખેડૂતોને પણ 10 કલાક વીજળી અપાશે.
અન્ય વિસ્તારોના ખેડૂતોની રજૂઆતો મળતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 14 જિલ્લાઓમાં કાર્યરત 10 કલાક ખેતીવાડી વીજળી ઉપરાંત ભાવનગર,ગીર સોમનાથ,પોરબંદર,મોરબી,બોટાદ જિલ્લાના ખેડૂતોને પાક બચાવવા 8 કલાકમાં બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે.જેની અમલવારી તા 02/09/2023થી કરાશે.
આ ઉપરાંત ઉતર,દક્ષિણ અને મધ્ય ગુજરાતનાં બાકી રહેતા જિલ્લાઓને પણ તારીખ 05/09/2023 થી 10 કલાક વીજળી આપવાનો મહત્વનો ખેડુત હિતલક્ષી નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકાર દ્વારા પાકને બચાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જ્યાં 8 કલાકને બદલે હવે 10 કલાક વીજળી આપવામાં આવશે જેના લીધે પાકને બચાવવા માટે પૂરતું પાણી મળી રહે.ધણા જિલ્લાના ખેડૂતોની માંગ હતી કે વરસાદ નહિવત નાં કારણે ઊભા પાકને પાણી પુરતા પ્રમાણમાં મળતું ન હતું જેના લીધે ખેડૂતોની માંગ હતું કે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવામાં આવે અને આ માંગ રાજ્ય સરકાર એટલે કે આપના ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર ભાઇ પટેલે જણાવ્યું કે રાજ્યમાં 8 કલાકનાં બદલે 10 કલાક વીજળી આપવામાં આવે
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |