VNSGU Recruitment 2023: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી

VNSGU Recruitment 2023:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ક્લાર્ક તથા પટાવાળા માટે નોકરીની તક આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો.

આ પોસ્ટમાં અમે તમને જણાવીશું કે,આ ભરતીમાં ક્યાં પદ પર ભરતી કરવામાં આવી છે અને કેટલી જગ્યા પર ભરતી કરવામાં આવી છે અરજી કરવા માટે જરૂરી લાયકાત અને ડોક્યુમેન્ટ ક્યાં જોશે તેના વિશે માહિતી આપીશું વધુમાં જણાવીશું કે અરજી કેવી રીતે કરવી તેના વિશે આ પોસ્ટમાં માહિતી આપવામાં આવશે એટલે અમારી તમને વિનતી છે કે તમે આ પોસ્ટને અંત સુધી જરૂર વાંચો અને જે લોકોને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરવાનું ભૂલતા નહિ

VNSGU Recruitment 2023| Veer Narmad South Gujarat University Recruitment

સંસ્થાનું નામવીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
નોકરીનું સ્થળસુરત,ગુજરાત
નોટીફિકેશન તારીખ05 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ05 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ17 ઓગસ્ટ 2023
ઓફીશ્યલ વેબસાઇટ લીંકhttps://vnsgu.ac.in/

પોસ્ટનુ નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા

  • ક્લાર્ક
  • પટાવાળા

કુલ ખાલી જગ્યા

VNSGU આ ભરતીમાં કેટલી ખાલી જગ્યા છે તેના વિશે જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી.

પગારધોરણ

VNSGU ની ભરતીમાં ઉમેદવારોની પસંદગી થવા બાદ તેમને કેટલો પગાર ચૂકવવામાં આવશે તેની માહિતી આપવામાં આવી નથી.પગાર સબંધી માહિતી ઉમેદવારોને ઇન્ટરવ્યૂ અથવા સ્કીલ ટેસ્ટ સમયે જણાવવામાં આવી શકે છે.

લાયકાત

VNSGUની આ ભરતીમાં પટાવાળાના પદ પર અરજી કરવા માટે તમારે ધોરણ 10 પાસ જયારે ક્લાર્કના પદ પર અરજી કરવા માટે તમારે કોમર્સ/આર્ટસ કે સાયન્સ સ્ટ્રીમના કોઈપણ કોર્સથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું હોવું જોઈએ. વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી. વધુમાં તમને જણાવી દઈએ કે આ ભરતીમાં ફ્રેશર્સ એટલે કે બિનઅનુભવી લોકો પણ અરજી કરી શકે છે.

પસંદગી પ્રક્રિયા

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની આ ભરતીમાં પટાવાળાના પદ પર ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે જયારે ક્લાર્ક ના પદ પર ઉમેદવારની પસંદગી નિયત તારીખે પરીક્ષા અથવા કોમ્પ્યુટર ટેસ્ટ અથવા સ્કિલ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે.

વયમર્યાદા

VNSGU ની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછાં વયમર્યાદા 18 વર્ષ છે.અને જ્યારે વધુમાં વધુ કોઈ વયમર્યાદા નક્કી કરવામાં આવી નથી.

અરજી ફી

VNSGUની આ ભરતીમાં તમામ કેટેગરીના ઉમેદવારોને અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની રહેતી નથી એટલે કે તમામ ઉમેદવારો માટે અરજી ફી 0 રૂપિયા છે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • અભ્યાસની માર્કશીટ
  • ડિગ્રી (ક્લાર્કના પદ માટે)
  • અનુભવનું સર્ટિફિકેટે (જો હોય તો)
  • આધારકાર્ડ / પાનકાર્ડ / ચૂંટણીકાર્ડ
  • લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
  • ડ્રાઇવિંગ લાઇસન્સ
  • જાતિનો દાખલો
  • એમ્પ્લોયમેન્ટ રજીસ્ટ્રેશન કાર્ડ
  • તથા અન્ય જરૂરી દસ્તાવેજો

મહત્વની તારીખ

આ ભરતીની નોટીફિકેશન VNSGU દ્વારા તારીખ 05 ઓગસ્ટ 2023 નાં રોજ બહાર પાડવામાં આવી હતી.

  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:05 ઓગસ્ટ 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:17 ઓગસ્ટ 2023

અરજી કેવી રીતે કરવાની રહેશે?

  • સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે અરજી કરવા માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટ http://rms.vnsgu.net/ અથવા https://www.vnsgu.ac.in/ વિઝીટ કરો.
  • હવે વેબસાઈટમાં આપેલ “Registration” ના ઓપ્શન પર ક્લિક કરો અને તમામ વિગતો ભરી રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરી દો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સિલેક્ટ કરી તમારી સંપૂર્ણ ડિટેઇલ તથા જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરો.
  • હવે ફોર્મને ફાઈનલ સબમિટ કરો તથા પ્રિન્ટ કાઢી લો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટેઅહીં ક્લિક કરો

FAQs: વારંવાર પૂછતા પ્રશ્નો અને જવાબો

આ ભરતી કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવી છે?

આ ભરતી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવી છે

આ ભરતીમાં ફોર્મ ભરવા કેટલી અરજી ફી ચુકવવી પડશે?

આ ભરતીમાં અરજી કરવા માટે કોઈ ફી ચૂકવવી પડશે નહિ.

આ ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?

આ ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 17 ઓગસ્ટ 2023 છે

Leave a Comment