આજકાલની બદલતી લાઈફસ્ટાઈલનાં કારણે માથાનાં દુ:ખાવાની સમસ્યાં ઘણી સામાન્ય થઈ ગઈ છે. આ દુ:ખાવો માથાનાં કોઈ પણ ભાગમાં થઈ શકે છે. સામાન્યરીતે આ દુ:ખાવો 1-2 કલાકમાં દૂર થઈ જાય છે. વારંવાર થતાં માથાનાં દુ:ખાવાનું કારણ હોઈ શકે છે પેટમાં થતો ગેસ.
ઘણીવખત ખરાબ ડાઈજેશનનાં કારણે જમવાનું પચી નથી શકતું. આ કારણે પેટમાં ગેસ બનવા લાગે છે અને માથાનો દુ:ખાવો શરૂ થવા માંડે છે. જ્યારે આપણી બોડી કાર્બોહાઈડ્રેટ અને શુગરને સારી રીતે નથી પચાવી શકતું ત્યારે ગેસ બનવા લાગે છે અને પછી ગેસ્ટ્રિક સમસ્યાઓ શરૂ થાય છે.
ગેસ્ટ્રિક માથાનાં દુ:ખાવાથી બચવાનાં ઉપાયો
ઠંડુ દૂધ
એક ગ્લાસ ઠંડુ દૂધ પીવાથી ગેસ-એસિડિટી જેવી સમસ્યાઓથી રાહત મળી શકે છે. તેમા કેલ્શિયમ હોવાને લીધે પેટમાં ગેસ અને એસિડને બનતાં કે વધતાં અટકાવે છે.
પૂરતી નિંદર લેવી
જો તમે શરીરને જરૂરી હોય તેટલી નિંદર લો છો તો બોડીમાં પ્રોલેક્ટિન અને મેલાટોનિન નામક હોર્મોન વધી જાય છે. જે ગેસથી થતાં માથાનાં દુ:ખાવાને અટકાવે છે. તેનાથી આંતરડામાં સારા બેક્ટેરિયા વધે છે જેના લીધે પાચન પણ સારું થાય છે.
લીંબૂનો રસ
માથાનો અને પેટનાં દુ:ખાવાથી છૂટકારો મેળવવા માટે લીંબુ પાણી પીવું જોઈએ તેમાં એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે. ગરમ પાણીમાં એક ચમચી લીંબુનું રસ નાખીને પીવાથી ગેસની સમસ્યા દૂર થાય છે.
વરિયાળીનું પાણી
પેટમાં ગેસ થવાને લીધે દુ:ખાવો થતો હોય છે તેથી આદૂનું પાણી, અજમાનું પાણી, વરિયાળીનું પાણી પીવું જોઈએ.